પોતાની એક ભૂલના કારણે રાજપાલ યાદવને જેલ જવું પડ્યું. જો તે દિવસે તેમણે તે ભૂલ ન કરી હોત તો આજે તેઓ જેલની બહાર હોત. રાજપાલ યાદવે પોતે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે “અતા પતા લાપતા” ફિલ્મ બનાવતી વખતે તેમણે એક બિઝનેસમેન પાસેથી લીધેલા 5 કરોડ રૂપિયાની લેવડદેવડ દરમિયાન ક્યાં મોટી ભૂલ કરી.2010માં રાજપાલ યાદવે “અતા પતા લાપતા” નામની ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં 200થી વધુ કલાકારોએ કામ કર્યું હતું અને 250થી વધુ લોકો તેનો ભાગ બન્યા હતા.
રાજપાલ યાદવે પોતે જ આ ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું હતું. ફિલ્મના કેટલાક દ્રશ્યો તેમણે દિલ્હીના બિઝનેસમેન માધવ ગોપાલ અગ્રવાલને બતાવ્યા. માધવ ગોપાલ અગ્રવાલ “મુરલી પ્રોજેક્ટ્સ” ચલાવતા હતા અને રાજપાલ યાદવ સાથે તેમની જૂની ઓળખાણ હતી.જૂની ઓળખાણને કારણે માધવે ફિલ્મમાં મદદ કરવા માટે સંમતિ આપી અને તેમની કંપનીએ રાજપાલ યાદવને 5 કરોડ રૂપિયા આપ્યા. આ દરમિયાન કાયદેસર દસ્તાવેજીકરણ પણ કરવામાં આવ્યું
અને રાજપાલ યાદવે તે દસ્તાવેજો પર સહી કરી દીધી. પરંતુ સહી કરતા પહેલા તેમાં લખાયેલા કેટલાક મહત્વના મુદ્દાઓ પર તેમણે ધ્યાન આપ્યું નહોતું.દસ્તાવેજોમાં સ્પષ્ટ લખેલું હતું કે આ 5 કરોડ રૂપિયા લોન તરીકે આપવામાં આવ્યા છે અને રાજપાલ યાદવે ફિલ્મની પહેલી આવકમાંથી વ્યાજ સાથે આ રકમ પરત આપવાની રહેશે. જ્યારે રાજપાલ યાદવ માનતા હતા કે આ રોકાણ છે. રોકાણ હોય તો નફામાં ભાગ મળે અને નુકસાન થાય તો રોકાણકારને નુકસાન સહન કરવું પડે. પરંતુ અહીં રકમ લોન તરીકે આપવામાં આવી હતી. જૂની ઓળખાણ અને વિશ્વાસના કારણે તેમણે દસ્તાવેજો વાંચ્યા વગર સહી કરી દીધી.પછી ફિલ્મ રિલીઝ થઈ પરંતુ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ ગઈ. ફિલ્મમાંથી એક રૂપિયો પણ આવ્યો નહીં.
ઉપરથી રાજપાલ યાદવને વ્યક્તિગત રીતે લગભગ 17 કરોડ રૂપિયાનું નુકસાન થયું. તેઓ માધવ ગોપાલને રકમ પરત આપી શક્યા નહીં. સુરક્ષા તરીકે આપેલા ચેક માધવ ગોપાલની કંપનીએ બેંકમાં જમા કરાવ્યા, પરંતુ ખાતામાં પૂરતી રકમ ન હોવાથી બધા ચેક બાઉન્સ થઈ ગયા. ત્યારબાદ માધવ ગોપાલની તરફથી રાજપાલ યાદવ સામે સાત એફઆઈઆર દાખલ કરવામાં આવી.આ મામલો લાંબા સમયથી કોર્ટમાં ચાલતો રહ્યો. રાજપાલ યાદવના કહેવા મુજબ તેઓ પહેલેથી જ 2 કરોડ રૂપિયા ચુકવી ચૂક્યા હતા
અને તેમને થોડો વધુ સમય જોઈએ હતો. છતાં કોર્ટએ તેમને 5 કરોડ રૂપિયા ચુકવવાનો આદેશ આપ્યો. તેમનો સવાલ હતો કે જ્યારે તેઓ 2 કરોડ આપી ચૂક્યા છે તો ફરી 5 કરોડ કેમ આપવા પડે.મામલો ચાલતો રહ્યો અને રાજપાલ યાદવ કોર્ટની કેટલીક સુનાવણીઓમાં હાજર રહ્યા નહોતા. કોર્ટમાં ગેરહાજરીને કારણે કોર્ટએ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ હેઠળ તેમના જેલ જવાના આદેશ આપ્યા. હવે જેલમાં રહેતાં હોવા છતાં તેમને કોર્ટના આદેશ મુજબ સંપૂર્ણ રકમ ચુકવવી જ પડશે.આ આખી ઘટના રાજપાલ યાદવે પોતાના અનેક ઇન્ટરવ્યુમાં શેર કરી છે.