ફિલ્મ ધુરંધર ના આ એક્ટરે લીધો હતો સંન્યાસ. એક્ટિંગથી બ્રેક લઈને ચાર વર્ષ સુધી કરોડપતિ હીરો એ કર્યું હતું આ કામ. લક્ઝરી લાઈફ છોડીને બદલેલા હુલિયા સાથે દેશના અલગ અલગ ખૂણાઓમાં ફર્યો હતો સુપરસ્ટાર. થ્રોબેક કિસ્સાનું પૂરું સત્ય તમને બધાને ચોંકાવી દેશે.જી હાં,
અહીં આપણે ફિલ્મ ધુરંધર માં અજય સાનિયાલ નો રોલ ભજવનાર એક્ટર આર. માધવન વિશે વાત કરી રહ્યા છીએ. આ વાત તો સૌ કોઈ જાણે છે કે રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ધુરંધર રિલીઝ થયા બાદ ઘણા મહિના સુધી સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. રણવીર સિંહ, સંજય દત્ત, આર. માધવન, અર્જુન રામપાલ સાથે સાથે અક્ષય ખન્ના ની શાનદાર એક્ટિંગના કિસ્સા આજે પણ લોકોની જબાન પર છે.
આજે અમે તમને જણાવીશું કે ધુરંધર માં અજય સાનિયાલ નું પાત્ર ભજવનાર આર. માધવન એ જ્યારે ચાર વર્ષનો બ્રેક લઈને આખા ભારતની સફર કરવાનો નિર્ણય લીધો હતો અને કમબેક કરતા પહેલા કેવી રીતે પોતાની ક્રિએટિવિટી પર ધ્યાન આપ્યું હતું.સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે આર. માધવન એ પોતે ખુલાસો કર્યો છે કે તેમણે એક્ટિંગથી ચાર વર્ષનો બ્રેક લીધો હતો. કારણ કે તે સમયગાળા દરમિયાન તેઓ જે પ્રકારનું કામ કરી રહ્યા હતા તેનાથી તેઓ સંપૂર્ણપણે ખુશ અને સંતોષી નહોતા. પોતાના કામમાં ખુશી અને સંતોષની અછતને કારણે એક્ટરે વર્ષ 2011 માં ફિલ્મી દુનિયાથી અંતર બનાવ્યું અને વર્ષ 2016 માં સાલા ખડૂસ ફિલ્મથી ફરી વાપસી કરી.
આ વાપસી તેમની પહેલાની રોમેન્ટિક ઈમેજથી સંપૂર્ણ અલગ, ગંભીર અને જુદી પ્રકારની એક્ટિંગ તરફ હતી. પોતાને મેડી તરીકે ઓળખાવનાર એક્ટરે પોતાના તાજા મીડિયા ઇન્ટરએક્શન માં જણાવ્યું કે ક્રિએટિવિટી માટે આ બ્રેક ખૂબ જ જરૂરી હતો અને આ બ્રેકે અંતે તેમના કરિયરના બીજા તબક્કાને આકાર આપ્યો, જેને આર. માધવન પોતે પોતાનો સેકન્ડ ફેઝ કહે છે.એક્ટરે વધુમાં જણાવ્યું કે તેમની જિંદગીમાં એક મહત્વપૂર્ણ વળાંક વિદેશમાં શૂટિંગ દરમિયાન આવ્યો હતો, જ્યારે એક સ્વિસ ખેડૂતે તેમને એક્ટિંગ કરતા જોઈને કોઈ વાત કર્યા વગર જ અપમાનિત કર્યા હતા. આર. માધવન કહે છે કે તેમને તે સમયે ખૂબ દુઃખ થયું, પરંતુ પછી અચાનક તેમને સમજાયું કે તેઓ ખરેખર બીજાની ધૂન પર નાચી રહ્યા હતા.તેમણે કહ્યું કે હું એક પબ્લિક સ્પીકર છું.
મને ગન ચલાવતાં આવડે છે. રિમોટ કંટ્રોલ વિમાન ઉડાવતાં આવડે છે. મને ઘોડેસવારી પણ આવડે છે. હું ઘણું બધું કરી શકું છું. પરંતુ આમાંથી કશું જ હું મારી ફિલ્મોમાં બતાવી રહ્યો નહોતો. હું માત્ર દર્શકોને લુભાવવાની કોશિશ કરી રહ્યો હતો જેથી હું સુપરસ્ટાર બની શકું. ત્યારે મને મારી ભૂલનો અહેસાસ થયો.એટલું જ નહીં, એક્ટરે પોતાના ચાર વર્ષના બ્રેક દરમિયાન કરેલા કામો વિશે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે મેં બ્રેક લીધો કારણ કે હું સમજવા માંગતો હતો કે દેશ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે. મેં એડ ફિલ્મો કરવાનું પણ બંધ કરી દીધું.
દાઢી વધારી. ચેન્નઈ અને ભારતના અનેક વિસ્તારોમાં મુસાફરી કરી. મેં રિક્ષાચાલકો સાથે વાતચીત કરી. તેમની માટે ખરેખર શું મહત્વનું છે તે સમજવાનો પ્રયાસ કર્યો. તેમને કઈ બાબતો પરેશાન કરે છે અને જીવનની અસલી કિંમત શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો.આ ચાર વર્ષનો અનુભવ આજે મારી રોજીરોટીનું સાધન બની ગયો છે.અહીં એ કહેવું ખોટું નહીં હોય કે આર. માધવન ના આ બ્રેકે ખરેખર તેમની એક્ટિંગમાં ચાર ચાંદ લગાવી દીધા છે. ફિલ્મ ધુરંધર માં તેમણે અજય સાનિયાલ નો જે રીતે દમદાર રોલ ભજવ્યો છે, તેનાથી આર. માધવન માટે ફેન્સના દિલોમાં પ્રેમ અને ઇજ્જત બંને ઘણી વધી ગઈ છે.બ્યુરો રિપોર્ટ A24