Cli

અરવલ્લીનું નિકંદન કાઢવાનું શૂરાતન કેમ ચઢ્યું? જો નહીં બચે પહાડ તો ગુજરાત કેમ પીડાશે?

Uncategorized

આપણે માણસો ખરેખર માણસો કહેવાય છે કે આ વિશ્વમાં માણસાઈ મળવી એ સદભાગ્ય છે 84 લાખ સોનીમાંથી આપણે કોઈ સારા કરમ કર્યા હોય તો માણસ બનાય એવી પણ માન્યતાઓ છે પણ આ 84 લાખ જન્મારા બધા એળે જાય તો હિમાલયના પણ જન્મ પહેલા જે અડીખમ હતી આ બજો વર્ષોથી જે અડીખમ હતી જેણે સમયને હરાવ્યો છે

એ અરવલ્લી માણસને હરાવી શકશે જવાબ નિસાસા સાથે કદાચ ના સંભળાય તો પણ નવાય નહીં લગાડતા પૃથ્વીની સૌથી જૂની પર્વતમાળાઓમાંથી એક એટલે હિમાલય નહીં આ અરવલ્લી આપણી અરવલ્લીની ગિરિમાળાઓ ગુજરાતી ભાષામાં હોકારો કરો તો સામે જે ગિરિમાળાનો રણકારો આવે એ અરવલ્લીલગભગ ત્રણ અબજ વર્ષોથી અડીખમ ઉભેલા આ સેંકડો ફૂટના પહાડોને ક્યાં ખબર હતી કે એક દિવસ છ ફૂટીયો માણસ આવશે અને એને કહી દેશે કે

આજથી તું પર્વત જ નથી કાળ સામે જેનું પોતાનું કદ હજુ બાળપણના પારણે ઝૂલે છે એ માણસ ખાદીના કુર્તા પહેરીને અને સંસદમાં રાડારાડી કરીને કે પછી એક કાળો કોટ પહેરીને અને હાથમાં બોલપેન જાલીને આ ગિરિમાળાઓને કહી દેશે કે હવે અમારે તમારા કદની નહીં તમારી અંદરના ખજાનાની જરૂર છે અને એટલે અમે કહીએ છીએ અમે ઘોષણા કરી રહ્યા છીએ કે જો તું 100 મીટરનો નથી તો તું આજથી પર્વત જ નથી ગુજરાતથી લઈને દિલ્હી સુધી કુદરતી દિવાલ બનીને ઉભેલીઅરવલ્લીની ગિરીમાળાઓ થારના રણને આગળ વધતું અટકાવે છે એવું આપણે ક્યાંક ચોપડીમાં તો ભણ્યા જ હતા પણ હવે એ દિવાલને આપણે મારી નાખવી છે 100 મીટરથી નાના હોય

એવા આ ગિરિમાળાના હજારો પર્વતોને આપણે પતાવી દેવા નીકળ્યા છીએ ક્યાંક નરસંહાર થાય ને તો એને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ જીનોસાઈડ આ જીયોસાઈડ હશે પ્રકૃતિની હત્યા આ હત્યાનો અવાજ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો પણ કાગળોના સામ્રાજ્ય ઊભા કરતા માણસ સામે એ અવાજની શું વિશા 2025 નું વર્ષ કદાચ ભારતના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાવા માટે જ સર્જાય યું છે સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આવે છે જેઅરવલ્લીની વ્યાખ્યા જ બદલી નાખે છે. સરકારે એક નવી ગાઈડલાઈન આપી અને કોર્ટે તે સ્વીકારી લીધી. શું હતી આ ગાઈડલાઈન?

કેરવલ્લીનો પહાડ માત્ર એ જ વિસ્તાર જેની ઊંચાઈ આસપાસની જમીનથી 100 મીટર કે એનાથી વધારે હોય. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા એફએસઆઈ ના ડેટા મુજબ અરવલ્લીની 12000 થી વધુ પહાડીઓમાંથી માત્ર 1048 પહાડીઓ જ આ 100 મીટર કે એનાથી વધારે હાઈટ ધરાવે છે. મતલબ કે એક ઝાટકે અરવલ્લીનો 90% વિસ્તાર કાયદાકીય રક્ષણથી બહાર થઈ ગયો. જે નાના ડુંગરો છે તે હવે ખાલી જમીન છે જેને માઇનિંગ માફિયાઓ માટે ખુલ્લી મૂકી શકાશે. કોર્ટે સસ્ટેનેબલ માઇનિંગનો પ્લાન માંગ્યોછે પણ 100 મીટરથી નીચેના તો પહાડો જ ઓફિશિયલી પહાડ નથી રહ્યા તો શું સસ્ટેનેબલ કહીશું આપણે ગુજરાતમાં આપણે ગર્વથી કહેતા અરે કહેતા નહીં આપણે ગાતા અને એ પણ જોર જોરથી લગ્નમાં રાડો તાણીને અમે ઈડરિયો ગઢ જીતી આવ્યા રે

આનંદ ભયો પણ આજે હકીકત એ છે કે ઈડરિયો ગઢ ધીરે ધીરે વેચી દેવામાં આવ્યો ગ્રેનાઈટના ખડકો દુનિયાના સૌથી જૂના રોક ફોર્મેશનમાંથી એક છે અહીંયા રૂઠીરાણીનો મહેલ છે જૈન જૈન મંદિરો છે સદીઓ જૂની આસ્થા સંકળાયેલી છે પણ છેલ્લા કેટલાક વર્ષોમાં આ હેરીિટેજ સાઈટ્સની આસપાસ જે થયું છે તે માત્ર પથ્થરોનો નહીં આપણી આખી સંસ્કૃતિનો સોંથ વાળી દેવા માટેપૂરતું છે બે ફાર્મ માઇનિંગ લીઝ અપાઈ અને જે ગઢ એક સમયે અજેય ગણાતો ત્યાં આજે ડાયનેમાઈટના બ્લાસ્ટ થાય છે લોકો કહે છે કે બ્લાસ્ટની તીવ્રતા એટલી હોય છે કે મંદિરની દિવાલોમાંથી રાડ પડી ગઈ મલ્ટીકલર ગ્રેનાઈટની માંગ એટલી બધી છે કે આખો પહાડ કાપીને એક્સપોર્ટ કરાઈ રહ્યો છે વાહરે સસ્ટેનેબિલિટી અને વાહારે સસ્ટેનેબલ માઇનિંગના પ્લાન્ટસ ગઢ બચાવો સમિતિના લોકોએ આંદોલનો કર્યા. પણ ખનન માફિયા અને પોલિટિકલ નેક્સિસ સામે અવાજ આજ દિન સુધી કોઈનો ચાલ્યો છે

તો એમનો ચાલવાનો હતો. અને હવે અરવલ્લી આવો ખનન માફિયાઓ તમારા માટે રેડ કાર્પેટ પથરાઈ ગઈ છે. આવો અમારીસંસ્કૃતિ અમારા ઇતિહાસ અને અમારા વારસાને બોમ્બના ધડાકે બ્લાસ્ટ કરી દો. ઘણા લોકોને લાગે છે કે જળ જંગલ ને જમીનની લડાઈ તો માત્ર આદિવાસીઓની છે આપણે તો શહેરમાં રહીએ છીએ આપણને શું ફરક પડવાનો પણ યાદ રાખજો આજે કશું ન બોલનારા લોકોને પણ એની અસર થયા વિના નથી રહેવાની ડેટા અને આંકડાની આપણને આદત છે ને તો ચાલો એના પર વાત કરીએ અરવલ્લી ઉત્તર ગુજરાત અને દિલ્હી એનસીઆર માટે એક વોટર ટાવર છે

આ પહાડના પથ્થરોમાં જે તીિરાળો છે એ વરસાદી પાણીને જમીનમાં ઉતારે છે અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરે છે જ્યારે જ્યારે તમે પહાડ તોડી નાખો છો ત્યારે તમે કુદરતી રિચાર્જનીઆખી સિસ્ટમ તોડી રહ્યા છો. સાબરકાંઠા અને મહેસાણાના કેટલાય વિસ્તારો અત્યારથી ડાર્ક ઝોન બની ગયા છે. પાણી 1000 થી 3000 ફૂટ તળમાં નીચે છે. આ તળને આપણે તળની પાતાળ કહીએ ને તો પણ ચાલે. જો અરવલ્લી નહીં રહે તો સાબરમતી નદી સુકાઈ જશે અને સાબરમતી પર કેટ કેટલા શહેરો નભે છે એ કશું કહેવાની જરૂર નથી અને એટલે જ આ શહેરોનો પ્રશ્ન નથી એવું તો માનતા જ નહીં નદીઓ મોટા ભાગે જંગલ આચ્છાદિત પહાડોમાંથી નીકળે અને એટલે જ આ પહાડીઓને નદીઓના મા બાપ કહેવાય જેમ કે નર્મદાને આપણે કહીએ છીએ

મૈકલ સુતારે એવા કેમ કે મઈકલ પર્વતની ગોદમાંથી નીકળે છેક્યારેય કોઈ નદી રણમાંથી પેદા નથી થતી આપણે એવું કહીએ છીએ કે નર્મદા એટલે ગુજરાતની જીવાદોરી ઉપર છેલ્લી ખુલ્લી રીતે જોવા જઈએ તો વાત સાચી પણ છે કે નર્મદા મહીસાગર તાપી એ વિશાળ મોટી નદીઓ છે અને જમીન પરના મોટા ભાગના વિસ્તારોને જીવાડે પણ છે પણ ગુજરાતને ખરા અર્થમાં જીવાડનારી નદી સાબરમતી છે કેમ કે આ મોટી નદીઓની નીચે હાડ પથ્થર છે એટલે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ નથી થઈ શકતું જ્યારે સાબરમતી અરવલ્લીના પહાડોથી નીકળીને દરિયાને મળે ત્યાં સુધીમાં નીચે પેટાળમાં 5000 મીટરથી પણ વધુ ઊંડાઈ સુધી નાની મૂરમી કાંકરીઓ ભરેલી છે એટલે કે આખા રસ્તામાં સાબરમતી સતતની નીચેગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરતા કરતાં જેટલા વિસ્તારમાંથી પસાર થાય એ બધાને સમુદ્રની વધતી ખરાશથી બચાવે છે. અને એટલે જ સાદી ભાષામાં સાબરમતીને પેટાળમાં પાણી ઉતારવાનો રસ્તો પણ કહેવાય છે

. આ વિશેષતાને કારણે ચેમ્પિયન્સ સ્ટેટના વર્ગીકરણમાં એ વાત સ્પષ્ટ લખેલી છે કે અરવલ્લીને હંમેશા આરક્ષિત એટલે રાખવું પડશે કેમ કે સાબરમતી નદીનું એ માઈબાપ છે. અને જો આ નદી સુકાઈ તો ગુજરાતના મેદાની પ્રદેશની હાલત ગંભીર થઈ જશે. કોઈપણ જગ્યાએ માઈનિંગ માટે ટોચની જગ્યા પરના વૃક્ષો પહેલા કાપી દેવાય જેથી જમીન ખુલ્લી પડે અને જો આમ થાય તો જેમઈડરિયાગઢના પથ્થરવાળા ખુલ્લા પહાડો છે એવી સ્થિતિ અરવલ્લીની થઈ જાય માટી ધોવાતી જાય પાણીનું બાષ્પીભવન થતું જાય જે ભેજ જળવાઈને ઝરણા ફૂટીને સાબરમતી નીકળે છે એ જ નામ શેષ થઈ જાય સ્થિતિ શું થશે એ બધાને ખબર છે પણ હાલ વર્તમાનના લાખો કરોડની આવક દેખાય છે અને એટલે કોઈને એક બે પેઢી પછીના ખતરાને જોવાની ફુરસત નથી અને કા તો જોવા પણ નથી માંગતા નેતાઓને પોતાની આગલી ચૂંટણી અને સામાન્ય માણસોને આજના દિવસ પર થતી સીધી અસર સમજાવો તો તરત જ કૂદવા માંડશે પણ આ વાત અમુક વર્ષો પછી જે બત્તર થવાની છે એની છે અને એટલે અત્યારે કોઈના પેટનુંપાણી નથી હલતું બીજો ખતરો છે ડેઝર્ટીફિકેશન એટલે કે રણનો અરવલ્લી થારના રણને આગળ વધતું રોકી રાખે છે હરિયાણા અને રાજસ્થાનમાં ગેરકાયદેસર ખનનને કારણે પહાડોમાં 12 મોટા ગેપ ઓલરેડી પડી ગયા છે આ દરવાજાઓમાંથી રણની ધૂળ હવે દિલ્હીને ગુજરાતમાં ઓલરેડી આવી રહી છે. અમદાવાદ અને દિલ્હીમાં વધતું તાપમાન ખરાબ એર ક્વોલિટી ઇન્ડેક્સ એની અસર દેખાય છે. આ માઇનિંગની ધૂળ તમારા ફેફસામાં જઈ જ રહી છે.

પછી ભલે તમે એસી ઓફિસમાં બેઠા હો એટલે એવું માનતા હોવ કે આ પ્રશ્ન શહેરોનો નથી તો સૌથી મોટો પ્રશ્ન કદાચ આ શહેરોનો જ છે. આજે રાત પડેએટલે અરવલ્લીમાં એક અલગ દુનિયા જાગે છે. સેંકડો ડમ્પર ટ્રક્ પરમિશન વગર ઓવરલોડેડ પથ્થરો ભરીને હાઈવે પર દોડે છે. આ છે ઇલીગલ માઇનિંગનું આખું નેટવર્ક. બોર્ડર પર ચેકપોસ્ટ છે સેટેલાઈટ સર્વેલન્સ છે છતા પહાડો ગાયબ થઈ રહ્યા છે. કાગળ પર જે લીઝ 5 હેક્ટરની લીધી હોય જમીન પર તે 50 હેક્ટરમાં ફેલાયેલી હોય એફએસઆ અને એમઓઈએસીસી વચ્ચેની વ્યાખ્યાની લડાઈમાં ફાયદો કોને થયો? એ જ લોકોને જેમને પહાડમાં માત્ર પ્રોફિટ દેખાય છે. 100 મીટરની ડેફિનેશનનો ઉપયોગ કરીને હવે નાના પહાડોને સપાટ જમીન ગણાવીને ખોદી નખાશે. આજે ઈડરનો પહાડ તૂટે છે ને ત્યારે અમદાવાદમાં બેઠેલામાણસને એનો અવાજ નથી સંભળાતો પણ જ્યારે ગરમી 50 ડિગ્રી પાર કરે જ્યારે ભૂગર્ભ જળ સાવતળીએ જતું રહેશે અને જ્યારે શ્વાસ લેવા માટે સાફ હવા ખરીદવી પડશે કદાચ ત્યારે આપણને સમજાશે કે આપણે ગુમાવી શું દીધું છે જળ જંગલ અને જમીનની સિસ્ટમ તૂટશે ત્યારે અત્યારે જે લોકો ચૂપ

છે ભોગવવાનો વારો તો એમને પણ આવવાનો છે અરવલ્લી માત્ર પથ્થરનો ઢગલો નથી એ આપણી ઇકોલોજીકલ સ્પાઇન છે આપણી પ્રાકૃતિક કરોડ રજ્જુ અને જ્યારે કરોડ તૂટે ત્યારે આખું શરીર છે એ લકવાગ્રસ્ત થઈ જાય સવાલ એ છે કે શું આપણે આ વિનાશને મુંઘા મોટે જોતા રહીશું કે પછી આપણે પણઆપણી આવતી કાલ માટે રડીશું નિર્ણય આપણે કરવાનો છે કારણ કે કુદરત હવે બીજો મોકો આપશે નહીં અને એટલે જ રામધારીસિંહ દિનકરની એ પંક્તિ એ વારંવાર યાદ આવે અને બહુ જ રેલેવન્ટ લાગે એમણે લખ્યું હતું કે સમર શેષ હે નહીં પાપ કા ભાગી કેવલ વ્યાધ સમર શેષ હે નહીં પાપ કા ભાગી કેવલ વ્યાધ જો તટસ્થ હે સમય લિખેગા ઉનકે ભી અપરાધ નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *