Cli

સુપ્રીમ કોર્ટે ફિક્સ પે ને લઇને શું નિર્ણય જાહેર કર્યો?

Uncategorized

સુપ્રીમ કોર્ટમાં આજે ફિક્સ પગાર પર સુનાવણી હતી આ કેસનું નામ છે સ્ટેટ ઓફ ગુજરાત વર્સીસ યોગક્ષેમ ફાઉન્ડેશન ફોર હ્યુમન ડિગ્નિટી કેસનો નંબર છે એલપી 14124125 2012 તો હવે આ કેસની સુનવણી આવતી કાલે થશે સુનવણી માટે આવતી કાલની તારીખ આજે આપવામાં આવી છે આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનવણી જજ વિક્રમનાથ અને જજ જ સંદીપ મહેતા આવતી ખાલે સુનવણી હાથ ધરવામાં ના છે

પ્લેટફોર્મ એક્સ પર આજે ઘણા બધાએ રીિમૂવ ફિક્સ પેની ટ્વીટ પણ કરી હતી ને ઘણા બધાએ આજે રાહ જોઈ હતી કે સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપે છે કેમ કે ગુજરાતમાં ફિક્સ પેને લઈને સુપ્રીમકોર્ટમાં આ કેસ 13 વર્ષથી ચાલી રહ્યો છે તેને લઈને ગુજરાત સરકારે એટરની જનરલ અને એડિશનલ એડવોકેટ જનરલ મનીષા એલ શાહની સ્પેશિયલ કાઉન્સિલ તરીકે થોડાક સમય અગાઉજ નિયુક્તિ કરી હતી હવે વાત કરીએ

ગુજરાત હાઈકોર્ટ વર્ષ 2012 માં હાઈકોર્ટે આ ફિક્સ પેના પદ્ધતિને લઈને કહ્યું હતું કે સમાન કામ માટે અસમાન વેતન આપવું એટલે સીધે સીધું શોષણ કહેવાય વર્ષ 2012 માં ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ જેમાં પૂર્વ ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જેબી પારડીવાલાએ ચુકાદો આપ્યો હતો અને આ ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સરકારને ફિક્સ પે બંધ કરી સમાનવેતન આપવા સૂચના આપી હતી

પરંતુ આ પછી ગુજરાત સરકારે હાઈકોર્ટના આદેશનું પાલન કર્યા વગર સુપ્રીમ કોર્ટમાં લડત આપવાનું નક્કી કર્યું કરયું અને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પીટીશન ફાઈલ કરીને 13 વર્ષથી આ મુદ્દાને લટકાવી રાખ્યો છે. તો હવે આવતી કાલે આ કેસમાં સુનવણી હાથ ધરાવવા જઈ રહી છે આજે જે સુનવણી હાથ ધરાવવાની હતી પરંતુ આજે હવે તારીખ પડી છે. હવે દર્શક મિત્રો આપણે જાણીએ કે ગુજરાતમાં ફિક્સ પેની નીતિ આવી ક્યારે તો

ગુજરાત સરકારે વર્ષ 2006 ના વર્ષમાં ફિક્સ પેની નીતિ લાગુ કરી હતી અને આ માટે ફેબ્રુઆરી 2006 માં રાજ્ય સરકારનાનાણા વિભાગ દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો અને આ નીતિ અંતર્ગત રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ અને વિભાગોમાં વિવિધ પદો જેમ કે ક્લાસ થ્રી અને ક્લાસ ફોર માટે શિક્ષકો પોલીસ કોન્સ્ટેબલ ક્લાર્ક પોલીસ સબ ઇન્સ્પેક્ટર વગેરેની સીધી ભરતીને પાંચ વર્ષના પ્રારંભિક સમયગાળા માટે ફિક્સ પગાર પર નિમણૂક કરવામાં આવે

અને આ દરમિયાન કર્મચારીઓને નિયમિત પગાર સ્કેલ અને ડીયરન્સ અલાઉન્સ અથવા તો અન્ય લાભો નથી મળતા પરંતુ ફક્ત નિશ્ચિત માસિક રકમ મળે છે. પાંચ વર્ષ પૂરા થયા પછી સંતોષજનક કાર્યક્ષમતા પર આધારિત રેગ્યુલરાઈઝેશન એટલે કે સ્થાયી નિમણૂક કરવામાં આવે છે

જેમાં તેઓને નિયમિત પગાર સ્કેલ અને અન્ય લાભો મળે છે. આમ ગુજરાત સરકારના જે કર્મચારીઓ છે તે આ જે ફિક્સ પેની નીતિ છે તેને શોષણકારી ગણતા રહ્યા છે અને તેઓ આનો વિરોધ કરતા રહ્યા છે અને

આ અગાઉ ગુજરાત હાઈકોર્ટે 2012 માં એમનું જજમેન્ટ આવ્યું તે પછી ઘણા બધા જજમેન્ટમાં આજે ફિક્સ પેની જે પદ્ધતિ છે તેની તેમણે કડક શબ્દોમાં નિંદા કરેલી છે. તો હવે સુપ્રીમ કોર્ટમાં આજે સુનવણી હાથ ધરાવવાની હતી પરંતુ તે જગ્યાએ આવતી કાલે એટલે કે ચોથી ડિસેમ્બરે આ કેસને લઈને સુનવણી હાથ ધરવામાં આવશે અને તેને લઈને બધાની નજર હાલમાં સુપ્રીમ કોર્ટપર છે તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *