Cli

ક્રિકેટર હરમનપ્રીત કૌર પાસેથી DSPની જોબ છીનવાઈ ! આ હતું કારણ…

Uncategorized

ભારતીય મહિલા ક્રિકેટ ટી-20 ટીમની સુકાની હરમનપ્રીત કૌરને મોટો ફટકો પડ્યો છે. પંજાબ પોલીસે હરમનપ્રીત કૌરને આપેલ ડીએસપી રેન્ક છીનવી લીધી છે.

ભારતીય મહિલા T20 કેપ્ટન હરમનપ્રીત કૌરની ગ્રેજ્યુએશન ડિગ્રી નકલી હોવાનું બહાર આવતા પંજાબ પોલીસે તેને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) પદ પરથી હટાવી દીધી છે. ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને કૌરની લાયકાત હવે ધોરણ XII પાસ હોવાથી તેને કોન્સ્ટેબલના પદ પર ઉતારી દેવામાં આવે તેવી શક્યતા છે.ભારતીય મહિલા T20 ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને મોટો ઝટકો લાગ્યો છે. પંજાબ સરકારે તેમનાથી ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SP)નો હોદ્દો છીનવી લીધો છે.

આનો અર્થ એ થયો કે તેઓ હવે ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SP) નથી. જોકે, તેઓ કોન્સ્ટેબલનું પદ મેળવી શકશે. તપાસમાં તેમની ગ્રેજ્યુએશન ડિગ્રી નકલી હોવાનું બહાર આવ્યું છે. હરમનપ્રીત આ વર્ષે 1 માર્ચે ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SP)માં જોડાયા હતા. જો કે, તેમણે પોતાનું નામ ચૌધરી રાખ્યું હતું.

હરમનપ્રીતની ગ્રેજ્યુએશનની ડીગ્રી ખોટી સાબિત થઈ હતી. હરમનપ્રીતને હવે ફક્ત 12મી પાસ માનવામાં આવશે જેથી તેને પંજાબ પોલીસમાં ડીએસપી રેન્ક આપવામાં આવી શકશે નહીં. રિપોર્ટ પ્રમાણે તે 12મી પાસ હોવાના કારણે કોન્સ્ટેબલની નોકરી આપવામાં આવી શકે છે

ભારતીય મહિલા ટી-20 ટીમની સુકાની હરમનપ્રીતે આઈસીસી વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરતા પંજાબ પોલીસે ડીએસપી પદ પર નિમણુક આપી હતી. જોકે તેની આ ખુશી વધારે સમય ચાલી શકી ન હતી.

તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે કૌરની ગ્રેજ્યુએશનની ડિગ્રીનો મેરઠની ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટીમાં રેકોર્ડમાં નથી. હવે હરમનપ્રીત પર ધોખાધડીનો કેસ થઈ શકે છે

જોકે હરમનપ્રીતના મેનેજર સ્પષ્ટ કહ્યું છે કે પંજાબ પોલીસે તેને ડીએસપીની નોકરીમાંથી ડિસમીસ કરવાની કોઈ ચિટ્ઠી આપી નથી. મેનેજરનો દાવો છે કે હરમનપ્રીતની ડિગ્રી નકલી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *