Cli

પ્રેમમાં પાગલ PI એ મહિલા કોન્સ્ટેબલના પતિની જાહેરમાં કરી ધોલાઈ પછી થયું આવું

Uncategorized

મહીસાગરના એક પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તેમાં પણ આ મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે. પોલીસમાં સસ્પેન્ડ થવું એ કઈ નવી વાત નથી પણ આ મહિલા પોલીસ કોન્સ્ટેબલને મહીસાગરના એસપી સફીન હસને એટલા માટે સસ્પેન્ડ કર્યા કારણ કે તેમને આડા સંબંધ હતા આ અમે નથી કહેતા આ મહિલા કોન્સ્ટેબલને કરવામાં આવેલા સસ્પેન્શનના કાગળમાં એવું લખ્યું છે આડા સંબંધ હતા આ મહિલા કોન્સ્ટેબલ સસ્પેન્ડ થયા પણ આ મહિલા કોન્સ્ટેબલને કોની સાથે આડો કે ઊભો સંબંધ હતો તેની વિગતે તે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે

રેનમસ્કાર નવજીવન ન્યુઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ અમારી પાસે આ દસ્તાવેજ છે આ દસ્તાવેજમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે જેમને સંબંધ હતો તેમના પણ નામ છે પણ આ નામનો ઉલ્લેખ કરીને અમારે તેમના પરિવારોને શરમજનક સ્થિતિમાં મૂકવા નથી માટે આપણે નામનો ઉલ્લેખ નહીં કરીએ વિગતે વાત કરીશ વાત એવી છે કે મહીસાગર પોલીસમાં ફરજ બજાવતા એક પોલીસ ઇન્સ્પેક્ટર અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે લાંબા સમયથી ઈલું ઈલું ચાલી રહ્યું હતું

પોલીસ લાઈનની અંદર રહેતી આ મહિલા કોન્સ્ટેબલને મળવા માટે રાતે મોડી રાત્રે આ પોલીસઇન્સ્પેક્ટર પોતાની ખાનગી કાર લઈને આવતા હતા પોલીસ લાઈનના જે મકાનો છે તેની સ્થિતિ એવી છે કે પડોસમાં કોઈ ઉધરસ ખાય તો પણ તમને સંભળાય ત્યારે આ વાત તો પ્રેમની હતી આ પોલીસ ઇન્સ્પેક્ટર અવારનવાર આ મહિલા પોલીસ કોન્સ્ટેબલના ઘરે મધ્યરાત્રી આવતા હતા તેની પડોસીઓને તો ખબર હતી પણ કોઈને ખબર હોય તેનાથી તે ગુનો બનતો નથી પણ અહિયા સમસ્યા એવી હતી આ મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે તેમનો પતિ પણ પોલીસ ખાતામાં જ ફરજ બજાવે છે તેનું પોસ્ટિંગ બહાર હતું તેના કાન સુધી પણ આ વાત પહોંચી કે મારી પત્નીને એક પોલીસ ઇન્સ્પેક્ટર સાથે સંબંધ છે એટલેતેણે પહેલા પોતાની પત્નીને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ વાત બની નહીં આખરે તે પોલીસ ઇન્સ્પેક્ટર પાસે જાય છે અને ઇન્સ્પેક્ટરને સમજાવે છે કે મારા સંસારમાં શું કામ પલિતો ચાપો છો પણ પોલીસ ઇન્સ્પેક્ટર અને મહિલા કોન્સ્ટેબલ પ્રેમમાં મગ્ન હતા તે આ પુરુષની આ પતિની વાત સાંભળવા તૈયાર નહોતા આઈપીએસ સફીન હસન મહીસાગરને એસપી થાય

તે પહેલા આ પતિએ અગાઉના એસપી પાસે ગયા અને રજૂઆત કરી કે સાહેબ મારી પત્ની મને પાછી અપાવો કારણ કે મારી પત્નીને પેલા પોલીસ ઇન્સ્પેક્ટર લઈ જાય છે અગાઉના જે એસપી હતા તેમણે વસલો રસ્તો કાઢ્યો અને બંનેની અલગ અલગ પોલીસસ્ટેશનમાં બદલી કરી દઈ પણ આ પોલીસ કર્મચારી એટલે કે ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ જાણે ટીનેજર હોય એવા પ્રેમમાં હતા અલગ પાડી દો તો શું થાય પણ એમનો પ્રેમ ચાલતો રહ્યો આ મહિલા પોલીસ કોન્સ્ટેબલના પતિ અનેક પ્રયત્નો કર્યા અને થોડા સમય પહેલા તે એસપી સફીન હસન પાસે પણ આવ્યા અને વિનંતી કરી કે સાહેબ મારો સંસાર બચાવી લો પણ વાત ખૂબ અંગત હતી

કેવી રીતના પોલીસ હસ્તક્ષેપ ે કેવી રીતના એસપી આખા મામલામાં કાર્યવાહી કરે તે પ્રશ્ન હતો તાજેતરમાં જ એક ઘટના એવી ઘટે છે કે જ્યારે આ પતિ ત્રસ્ત થાય છે ત્યારે તે પોલીસ ઇન્સ્પેક્ટરને ફોન કરે છે અને પોલીસઇન્સ્પેક્ટર મહીસાગરમાં આવેલા કોઠંબા ચાર રસ્તા ઉપર આ પતિને બોલાવે છે અને પછી આ મહિલા કોન્સ્ટેબલ અને ઇન્સ્પેક્ટર બંને તેની ધોલાઈ કરી નાખે છે. એક પોલીસ કર્મચારીની ધોલાઈ થઈ રહી છે એવો સંદેશો મહીસાગરના કંટ્રોલ રૂમને મળે છે ત્યાં પોલીસ પહોંચે છે તો જુએ છે કે એક ઇન્સ્પેક્ટર અને મહિલા કોન્સ્ટેબલ એક પતિને મારી રહ્યા હતા એટલે આખો મામલો ફરી પહોંચ્યો મહીસાગરના એસપી સફીન હસન સામે તેમણે કાર્યવાહી કરી અને પછી આ મહિલા કોન્સ્ટેબલને ફરજ મોકુપી ઉપર ઉતારી દેવામાં આવ્યા એટલે એટલે કે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે

. હવે કેટલાક લોકોને સવાલએવો થશે કે પ્રેમ તો ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલે બંને કર્યો કેમ કોન્સ્ટેબલને જ સસ્પેન્ડ કર્યા કેમપીઆઈને કઈ નહી કાયદાની મર્યાદા એવી છે કે ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવાની સત્તા એસપી પાસે નથી ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવા હોય તો આઈજી કે પછી ડીજી કરી શકે એટલે એસપી સફીન હસને વિગતવાર રિપોર્ટ રેન્જ આઈજી આરવીએસઆારીને આખી ઘટના ના કાગળો મોકલી આપ્યા છે હવે રેન્જ આઈજી તેની ઉપર કાર્યવાહી કરશે તપાસ કરશે અને ઇન્સ્પેક્ટર પણ સસ્પેન્ડ થશે મામલો પતિ પત્ની ઓર વો જેવો છે પણ પ્રેમમાં કોઈ કર્મચારી સસ્પેન્ડ થયો હોય તેવી આ પહેલીઘટના છે આ પ્રકારના સમાચાર લઈ અમે તમારી પાસે આવતા રહીશું વાત કરતા રહીશું અત્યારે મને મારા સાથી સોનુસિંહ સોલંકીને ને રજા આપો નમસ્કાર [સંગીત] [પ્રશંસા]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *