Cli

જેસલમેર બસ અકસ્માતમાં 21 લોકોના મોત, જવાબદાર કોણ?

Uncategorized

રાજસ્થાનમાં બસમાં આગ લાગતા 21 લોકોનાં જીવ ગયા છે. ગઈકાલે અમે તમને આ સમાચાર બતાવ્યા હતા. તે સમયે 19 લોકોનાં મોત થયાં હતાં. બસ સંપૂર્ણ રીતે બળી ખાક થઈ ગઈ અને આ ભયાનક ઘટનામાં 21 લોકોનાં જીવ ગયા.હવે જુઓ બસની હાલત — બસ પૂરી રીતે બળી ને રાખ બની ગઈ હતી. ત્યારબાદ ક્રેન બોલાવીને બસને ત્યાંથી હટાવવામાં આવી.

જેસલમેર બસ અકસ્માત: જેસલમેરથી જોધપુર જઈ રહી હતીમંગળવારે બપોરે 3:30 વાગ્યે એક એસી સ્લીપર બસમાં અચાનક આગ લાગી હતી, જેમાં 21 લોકો માર્યા ગયા હતા અને 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત જેસલમેરથી 15 કિમી દૂર આવેલા વોર મેમોરિયલ પાસે થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આગ દરમિયાન બસનો ગેટ બંધ હતો, જેના કારણે અંદર ઘણા મુસાફરોના મોત થયા હતા, જેમાં એકબીજા પર મૃતદેહોનો ઢગલો જોવા મળ્યો હતો. સેનાએ ગેટ તોડીને મુસાફરોને બચાવવા માટે જેસીબીનો ઉપયોગ કર્યો હતો. બસને એસી સ્લીપર તરીકે બદલવામાં આવી હતી, પરંતુ તેમાં ઇમરજન્સી ગેટ કે બારીના હથોડા નહોતા. બસ નવી હતી, આ મહિનાની 1લી તારીખે રજીસ્ટર થયેલી હતી, અને આ તેની ચોથી ટ્રીપ હતી. આગનું કારણ એસી હતું.

આ બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતાં, જેમાંથી 21નાં મોત થયાં. કેટલાક મૃતદેહો એવી હાલતમાં હતાં કે ઓળખવી મુશ્કેલ હતી — ઘણા તો બસની અંદર જ ચોંટાઈ ગયેલા હતા.આ ઘટનામાં સૌથી દુખદ વાત એ હતી કે આ બસમાં એક સેનાનો જવાન પણ પરિવાર સાથે સવાર હતો. સિપાહી મહેન્દ્ર મેઘવાલ પત્ની અને બે દીકરીઓ અને એક દીકરા સાથે દિવાળીની રજા મનાવવા જઈ રહ્યા હતાં, પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. બસમાં આગ લાગી અને આખો પરિવાર સમાપ્ત થઈ ગયો.એસી બસ રસ્તા પર જ આગનું ગોળું બની ગઈ.

જેમાં મહેન્દ્ર અને તેમના પરિવાર સિવાય 16 વધુ લોકો જીવતા બળી ગયા.ઘણી બસોમાં ગ્લાસ તોડવા માટેનો સાધન (હેમર) હોવો જોઈએ, પણ ઘણા કિસ્સાઓમાં તે ન હોય. અને તેમાં હદથી વધુ સવારી ભરવામાં આવે છે, કોઈ નિયમોનું પાલન નથી થતું.આ દુર્ઘટના મંગળવારે બપોરે 3:30 વાગ્યે બની. એસી સ્લીપર બસ જેસલમેરથી જોધપુર જઈ રહી હતી. બસમાં 57 મુસાફરો સવાર હતાં. અકસ્માત જેસલમેરથી આશરે 15 કિમી દૂર વોર મેમોરિયલ પાસે થયો. શરૂઆતમાં 19 લોકોના મૃતદેહ બસની અંદરથી જ મળ્યા હતા.ચશ્મદિદોના જણાવ્યા મુજબ આગ લાગતા બસનો દરવાજો લોક થઈ ગયો હતો. આર્મીએ JCB વડે બસનો દરવાજો તોડીને લોકોનો બચાવ કર્યો. ઝૂલસેલા મુસાફરોમાં 8 વર્ષના બાળકથી લઈને 79 વર્ષના વૃદ્ધ સુધીનાં લોકો હતાં.બસને સ્લીપરથી બદલીને એસી બસ બનાવી હતી. બસ નવી હતી,

પરંતુ તેમાં ન તો ઇમરજન્સી ગેટ હતો કે ન વિન્ડો હેમર. બસનું રજીસ્ટ્રેશન આ મહિના ની 1મી તારીખે જ થયું હતું અને 9 ઑક્ટોબરે ઓલ ઈન્ડિયા પરમિટ મળ્યું હતું. મંગળવારનો બસનો માત્ર ચોથો ટ્રિપ હતો — અને એ જ અંતિમ સાબિત થયો.આગનું કારણ એસીમાં શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. જેમ જ શોર્ટ સર્કિટ થયો તેમ પાછળની એસી યુનિટમાં આગ લાગી. બસ સંપૂર્ણ ભરેલી હતી, લોકો ગેલેરી અને રસ્તા વચ્ચે પણ બેઠા હતા.જેસલમેર બસ અગ્નિકાંડમાં મૃતકોની સંખ્યા હવે 21 થઈ ગઈ છે. ઓળખ માટે પરિવારજનોના ડી.એન.એ. લેવામાં આવશે, કારણ કે ઘણા મૃતદેહો ઓળખવા યોગ્ય સ્થિતિમાં નથી.આ અકસ્માતમાં 15 લોકો ગંભીર રીતે ઘાયલ છે અને 5 લોકોને જોધપુરમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.રાજસ્થાન સરકારે કાર્યવાહી કરતાં ચિત્તૌડગઢના કાર્યકારી D.T.O. ને સસ્પેન્ડ કર્યો છે, સાથે સહાયક પ્રશાસનિક અધિકારીને પણ સસ્પેન્ડ કર્યો છે.

બસની બોડી ચિત્તૌડગઢમાં ટ્રાન્સપોર્ટ વિભાગે મંજૂર કરી હતી. બસના માલિક અને ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધાયો છે.કહેવાય છે કે બસમાં ફટાકડાં પણ રાખવામાં આવ્યા હતા, જેને કારણે આગ વધુ ફાટી નીકળી.એક પરિવારજન બોલ્યા — “અમારી દીકરી ગયા વર્ષે પાંચમા ધોરણ સુધી ભણતી હતી, નાનો દીકરો ફક્ત પાંચ વર્ષનો હતો. બધું ખતમ થઈ ગયું.”સરકાર તરફથી માત્ર થોડા લાખનું વળતર મળ્યું છે. લોકો કહે છે કે દરેક મૃતકના પરિવારને ઓછામાં ઓછું એક કરોડ રૂપિયાનું વળતર મળવું જોઈએ.હવે વિચારજો — શું માનવજીવન એટલું સસ્તુ છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *