હાલમાં દેશભરમાં એક તરફ સાંસદ હુમલા અને ચૂંટણીને કારણે રાજકારણમાં મોટા પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ વિવાદો વધતા જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર વિવાદ થવો એ કોઈ નવી વાત નથી. અવારનવાર અનેક લોકો વચ્ચે વિવાદ થતા હોય છે પરંતુ હાલમાં સોશિયલ મીડિયા ના બે જાણતા મોટીવેશનલ સ્પીકર વચ્ચે વિવાદ થયો હોવાનું સામે આવ્યું છે આ મોટીવેશનલ સ્પીકર છે સંદીપ માહેશ્વરી અને વિવેક બિન્દ્રા.
સામાન્ય રીતે સંદીપ માહેશ્વરી પોતાના વીડિયોને કારણે ચર્ચામાં રહેતા હોય છે. પોતાના વીડિયોમાં કહેલી મોટીવેશન ની વાતોને કારણે તેમની અવારનવાર ચર્ચા કરવામાં આવતી હોય છે. પરંતુ હાલમાં સંદીપ માહેશ્વરી એ પોતાની યુ ટ્યુબ ચેનલ પર એક એવો વીડિયો પોસ્ટ કર્યો છે જેને લઈને વિવેક બિન્દ્રા અને તેમની વચ્ચે બબાલ થતી જોવા મળી રહી છે.
વિગતે વાત કરીએ તો સ્પીકર સંદિપ મહેશ્વરીએ હાલમાં જ પોતાની યુ ટ્યુબ ચેનલ પર બિઝનેસ માસ્ટરી નામની એક ફ્રી સિરીઝ ની શરૂઆત કરી છે. જેમાં તે વિદ્યાર્થીઓ કે યુવાનોને બિઝનેસ મેન બનવાની ટ્રેનિંગ આપતા પ્રોગ્રામ નો પર્દાફાશ કરવાના છે. હાલમાં આ જ સિરીઝ હેઠળ તેમને બે યુવાનોના ઇન્ટરવ્યૂ કર્યા હતા જેનો વીડિયો તેમને પોતાની ચેનલ પર અપલોડ કર્યો હતો.
આ ઇન્ટરવ્યૂ દરમિયાન એક યુવાને આવા બિઝનેસ ટ્રેનીંગ કોર્સ અંગે વાત કરતા જણાવ્યું કે તેને ૫૦ હજાર ફી ભરી હતી પરંતુ તે બિઝનેસ મેન નહિ પણ સેલ્સ મેન બની ગયો. તેને કહ્યું કે આવા પ્રોગ્રામમાં તમને બિઝનેસ ના નામે તે લોકો પોતાની પ્રોડક્ટ વહેંચતા શીખવે છે અને તમે સેલ્સ મેન બની જાઓ છો જે બાદ આ અંગે વાત કરતા અન્ય યુવાને કહ્યું કે ૧ લાખ થી ૧૦ લાખ સુધીની મોટી રકમ ભર્યા બાદ તમારી પાસે બે ઓપ્શન રહે છે તમે ફી છોડી દો અથવા યુ ટ્યુબ ચેનલ બનાવી લોકોને તેમાં જોડવાનું કામ કરો.
આ વીડિયોમાં કોઈ એક યુ ટ્યુબ ચેનલ નો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. જો કે તેમ છતાં વિવેક બિન્દ્રા અને સંદીપ માહેશ્વરી વચ્ચે આ બાબતે વિવાદ ઊભો થયો છે. વિડિયો અપલોડ થયા બાદ જ વિવેક બિન્દ્રાએ એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમને કહ્યું કે સંદીપ માહેશ્વરી તમે જે વીડિયો શેર કર્યો છે તે અમારા વિશે છે તેની અમને ખાતરી છે. જો કે દર્શકોને આ અંગે કે અમારા કામ વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે મને તમારા શો પર આમંત્રણ આપો હું ત્યાં આવી દર્શકો ને જવાબ આપીશ હું આ પહેલા પણ શો પર આવી ચૂક્યો છું. જો તમારે આ અંગે ચર્ચા કરવી હોય તો હું પ્રમાણિકતાથી જવાબ આપીશ.
ઉલ્લેખનીય છે કે વિવેક બિન્દ્રાની આ પોસ્ટ બાદ સંદીપ માહેશ્વરી એ પણ પોસ્ટ કરી હતી. જેમાં તેમને જણાવ્યું કે તેમને પોતાનો વીડિયો ડિલીટ કરવા ધમકી આપવામાં આવી રહી છે, પરંતુ તે વીડિયો ડિલીટ નહિ કરે ન તો તેમાં કહેવાય વાક્યોમાં બદલાવ કરવાનું કહેશે હવે જોવું રહ્યું કે સોશિયલ મીડિયાનો આ વિવાદ કેટલા સમય સુધી આગળ વધે છે અને વિવેક બિન્દ્રા અને સંદીપ માહેશ્વરી આ અંગે સામસામે આવે છે કે નહિ.