Cli
સતિષ કૌશિક ના શ્રધ્ધાંજલિ કાર્યક્રમ માં જોની લીવરે કરી કોમેડી, આટલી હદે કોમેડી યોગ્ય છે ?

સતિષ કૌશિક ના શ્રધ્ધાંજલિ કાર્યક્રમ માં જોની લીવરે કરી કોમેડી, આટલી હદે કોમેડી યોગ્ય છે ?

Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ને જાણીતા અભિનેતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર સતીશ કૌશિક નું આઠ માર્ચ ના રોજ હોળીના તહેવાર માં દુઃખદ અવસાન થયું હતું દેશભરમાં તેમના નિધન બાદ શોકની લાગણી પ્રસરી જવા પામી હતી સમગ્ર દેશમાં વડાપ્રધાન મોદીજી યોગીજી સહીતના.

રાજનેતાઓ અને બોલીવુડ ના કલાકારો સમેત લોકો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સતિષ કૌશિકે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ મોટું યોગદાન આપ્યું હતુ તેઓ ઘણી બધી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનય થકી ખુબ લોકચાહના ધરાવતા હતા એક અભિનેતા સાથે તેઓ એક ડીરેક્ટર પણ હતા.

તાજેતરમાં મુંબઈ ફિલ્મ સીટી માં તેમની યાદમાં શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સતિશ કૌશીક ની તસવીરને હાર પહેરાવીને સ્ટેજ પર ગોઠવવામાં આવી હતી ખાશ કરીને તેમની આત્માને શાંતિ મળે એ માટે લોકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અનુપમ ખેર આ પ્રોગ્રામને હોસ્ટ કરી રહ્યા હતા.

આ દરમિયાન બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નામી અનામી કલાકારો ઉપસ્થિત રહ્યા હતા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોમેડી ના બાદશાહ તરીકે જાણીતા જોની લીવર પણ આ શ્રધ્ધાંજલી ના કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન જોની લીવરે સ્ટેજ પર આવીને જે જણાવ્યું ત્યાર બાદ.

તેમની હરકત થી લોકો તેમને ખુબ ટ્રોલ કરી રહ્યા છે જોની લીવરે જાહેર સ્ટેજ પર જણાવ્યું કે સતીશ કૌશિક ને હું છેલ્લા 35 વર્ષોથી જાણતો હતો તેઓ જેવા બહારથી જાડા દેખાતા હતા એવા અંદરથી પણ જાડા હતા એમ જણાવી અને સતીશ કૌશિક ની મિમક્રી કરવા લાગ્યા શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જોની લીવર મનોરંજન અને.

કોમેડી સાથે સતિષ કૌશિક ની અદાકારી અને પોતાની અદાકારી નું પ્રદર્શન કરવા લાગ્યા આ જોતા ઘણા બધા લોકો ની શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જોની લીવરની આ પ્રકારની હરકત પસંદ ના આવી અને કોઈના શ્રધ્ધાંજલિ ના કાર્યક્રમ માં મજાક મસ્તી કરવી એ ઉચીત નથી એમ જણાવી જોની લીવર ને ટ્રોલ કરતા જોવા મળ્યા હતા.

આ કાર્યક્રમમાં સામેલ તમામ કલાકારો પણ જોની લીવર ને શાંતિ થી સાભંડી રહ્યા હતા જોકે જોની લીવરે આખરે સતીષ કૌશિક ને પોતાના ગુરુ અને કોમેડી ના શ્રેષ્ઠ કલાકાર પણ જણાવ્યા હતા આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેના પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *