કોણ જાણે ક્યારે મળીશું,રેગડી વગેરે માટે પ્રખ્યાત ગમન સાંથલના કરિયર ની શરૂઆત અંગે, તેમના ચાર્જ વિશે, તેમની કમાણી વિશે, તેમના અભ્યાસ કે તેમની કાર અંગે તો તમે ઘણું બધું જાણતા જ હશો આ ઉપરાંત તમે એ પણ જાણતા જ હશો કે ગમન સાંથલ અને તેમની પત્નીએ પ્રેમલગ્ન કર્યા હતા. તેમની પ્રેમ કહાની દીપો માંની રમેણ થી શરૂ થઈ હતી મિત્તલને પહેલી જ નજરમાં ગમન ભુવાજી સાથે પ્રેમ થયો હતો.
જે બાદ પોતાની બહેન પાસેથી ભુવાજી અંગે જાણી તેમને ભુવાજી સુધી પોતાના મનની વાત પહોંચાડી હતી. એટલું જ નહિ બંનેના લગ્ન બાદ પણ ભુવાજી અને તેમની પત્ની વચ્ચે એટલો પ્રેમ છે કે ભુવાજી ઘણીવાર પત્નીને તેમની સાથે લઈ જતા હોય છે આ બધી વાતો તો તમે જાણતા જ હશો પરંતુ શું તમે એ જાણો છો કે ગમન સાંથલ જે હાલમાં લાખો રૂપિયાની કમાણી કરે છે એક સમયે તેમના પરિવારને બધી જ મિલકત વહેંચવાનો વારો આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર ગમન સાંથલના પિતા ભેંસો રાખવાનો ધંધો કરતા હતા એક સમયે લોકો તેમની પાસેથી ભેંસ લઈ જતા પરંતુ પૈસા આપતા નહિ પૈસા ન મળવાને કારણે તેમના પિતાને ધંધામાં ખોટ ગઈ અને માથા પર લોકોનુ લેણું વધી ગયું કે તેમને ઘરની મહિલાઓના ઘરેણાં વહેંચવાનો વારો આવ્યો એટલું જ નહિ આ લેણું ચૂકવવા તેમને પોતાની જમીન પણ ગીરવે મૂકવી પડી હતી.
આ તો થઈ ગમન સાંથલના પિતાની વાત પરંતુ જો ગમન સાંથલ વિશે વાત કરીએ તો તેમના અંગત જીવન પહેલા પણ તેમના જન્મને લગતી એક એવી વાત છે જે ખૂબ જ ઓછા લોકો જાણે છે.ઘણા ઓછા લોકો જાણતા હશે કે ભૂવાજીના માતાપિતાને પહેલા ત્રણ દીકરી જ હતી. જે બાદ માતા એ દીપો માની માનતા માની દીકરા માટે માંગ કરી હતી અને દીપો માની કૃપાથી જ ભુવાજીનો જન્મ થયો છે.
જોકે ભુવાજીના પરિવાર અંગે વાત કરીએ તો તેઓ પોતાની પત્ની અને મા સાથે રહે છે. ભુવાજીના બાળકો હોસ્ટેલમાં રહે છે.મહત્વની વાત છેકે ગુજરાતી ગીતોથી લોકપ્રિયતા મેળવનાર ભુવાજીની દીકરી દીપશ્રી ખૂબ જ સારું અંગ્રેજી બોલે છે.