આજના યુગમાં પૈસા અને પદ મળતા લોકો ભગવાનને ભૂલી જતા હોય છે. આવા લોકો તહેવારના દિવસે અથવા પોતાના કોઈ કામની શરૂઆત પહેલા જ મંદિર કે મસ્જિદના પગથિયાં ચડતાં જોવા મળતા હોય છે. એટલું જ નહિ થોડા ઘણા રૂપિયાવાળા કહેવાતા લોકો તો મંદિરમાં પણ વીઆઇપી સેવાનો ઉપયોગ કરી જલ્દીથી દર્શન કરી નીકળી જતા હોય છે.
પરંતુ કહેવાય છે ને બધા અધિકારીઓ કે બધા લોકો સરખા નથી હોતા. અહી પોતાના પૈસા અને પદનો રૂઆબ બતાવનાર લોકો છે તો પદ અને પૈસા અને ધર્મના ભેદભાવ ને ભૂલી ભગવાનની ભક્તિમાં લીન થનાર લોકો પણ હોય છે. આવા જ કેટલાક લોકોમાંથી એક છે આઇપીએસ સફીન હસન.
હાલમાં દેશના સૌથી નાની ઉંમરના આઇપીએસ બનેલ સફિન હસન વિશે તો તમે જાણતા જ હશો. નાની ઉંમરે આટલા ઉંચા પદ પર પહોંચવાને કારણે આજે તેમને અનેક યુવાનો ફોલો કરી રહ્યા છે. એટલું જ નહિ સફિન પોતાના અલગ અંદાજને કારણે પણ વારંવાર ચર્ચામાં આવતા હોય છે.
થોડા સમય પહેલા જ તેઓ મુસ્લિમ હોવા છતા નવરાત્રિમાં નાચવાને કારણે ચર્ચામાં આવ્યા હતા. જે બાદ હાલમાં ફરી સફિને કઈ એવું કર્યું છે જેને હિન્દુ મુસ્લિમ ધર્મને લઈ લડાઈ કરતા લોકોના મોઢે તમાચો મારવાનું કામ કર્યું છે. હાલમાં જ સફિન હસને ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા પાસે આવેલ અંબાજી પહોંચી મા અંબાના દર્શન કર્યા હતા.
મહત્વની વાત તો એ છે કે તેમને મુસ્લિમ હોવા છતાં ન માત્ર મા અંબાના દર્શન કર્યા પરંતુ તેમને આ દર્શન માટે કોઈ વીઆઇપી સેવાનો લાભ પણ લીધો ન હતો. તેમને એક સામાન્ય વ્યક્તિની જેમ જ મા અંબાના દર્શન કર્યા અને પૂજારી પાસેથી કપાળમાં કંકુનું તિલક પણ કરાવ્યું હતું જે બાદ તેમને મીડિયા રિપોર્ટર્સ સાથે વાત પણ કરી હતી. મીડિયા રિપોર્ટર્સ સાથે વાત કરતા તમને જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા જ્યારે તેમની પોસ્ટિંગ થઈ હતી ત્યારે પણ તેઓ મા આંબાના દર્શને આવ્યા હતા.
આજે ફરી ત્રણ વર્ષ બાદ જ્યારે તેઓ આઈપીએસ બન્યા છે ત્યારે પણ તેઓ મા આંબાના દર્શને આવ્યા છે. તેમને મા અંબાના દર્શન કરવાથી એક નવી ઉર્જા મળે છે, કામ કરવા માટે નવી વિચારસરણી મળે છે. તેમને કહ્યું કે જ્યારે પણ તમને સમય મળે છે તેઓ મા અંબાના દર્શન કરવા માટે જરૂર આવે છે જણાવી દઈએ કે સફિન મૂળ બનાસકાંઠાના કાણોદરના રહેવાસી છે.