ગુજરાતમાં પોતાના આગવા અંદાજ અને નૃત્ય શૈલી થી સોશિયલ મીડિયા સ્ટાર બનેલા કમા ની લોકપ્રિયતા ગજબની છવાઈ છે લોક સાહિત્યકાર કિર્તીદાનભાઈ ગઢવી ના ડાયરામાં રસીયો રૂપાળો રંગ રેલીયો ગીતથી ખૂબ જ લોકપ્રિય બનેલો દિવ્યાંગ કમલેશ ઉર્ફે કમો અને પ્રખ્યાત લોકસાહિત્યકાર દેવાયત ખાવડ જેવોને.
દર્શકો ખુબ પસંદ કરે યુવાનો તેમના શબ્દો ખુબ પસંદ કરે છે એવા આ બંને ગુજરાતી સેલિબ્રિટી તાજેતરમાં જેતપુર હાલારી વાણંદ મંડળ આયોજિત સરસ્વતી સન્માન મહોત્સવ માં પોતાના ફેન્સના આમંત્રણ ને માન આપીને પહોંચ્યા હતા આ દરમીયાન કમો ટ્રેડિશનલ વાદળી આભલે જડીટ શેરવાની અને વાઈટ પાયજામા માં ખુબ.
શાનદાર અંદાજમા જોવા મળ્યો તો દેવાયત ખાવડ વાઈટ સર્ટ પેન્ટમાં સાદાઈ સાથે જોવા મળ્યા હતા આ દરમિયાન કમો ભવ્ય એન્ટ્રી સાથે જ આવતા હેત નાચવા લાગ્યો અને આવીને સીધો જ ખુરશી માં બેઠેલા દેવાયત ખાવડ ને ભેટી પડ્યો હતો તે દેવાયત ભાઈની બાજુ માં બેસીને દેવાયત ખાવડ સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો.
આ દરમિયાન કમાવે દેવાયતભાઈ ખુબ સાચવતા જોવા મળ્યા હતા કાર્યક્રમ દરમિયાન દેવાયત ખાવડ ના ખંભે હાથ રાખીને સતત ઘુમતો કમો દેખાયો હતો કમાવે શાનદાર અંદાજમા ડાન્સ કર્યો હતો દેવાયત ખાવડ ની ઈચ્છા પુરી કરવા માટે કમા એ પોતાની ફેમસ ઠુમકી પણ મારી હતી જે જોતા દેવાયત ખાવડ પોકારી ઉઠ્યા હતા ઓ હોહો વાહ કમા વાહ તારી ઠુમકી.
તે વચ્ચે કમો ગેલમાં આવી ગયો અને પોતાની અનોખી અદાઓ સાથે જોરદાર ડાન્સ કરવા લાગ્યો લોકો આ બંને ની જોડી જોઈ ને ખુબ ખુશ થયા હતા કાર્યક્રમ દરમિયાન હજારો માણસો ની જનમેદની વચ્ચે કમા પર સીટીઓ પર સીટીઓ વાગતી રહી હતી આ દરમિયાન ગુજરાતી આ સેલીબ્રીટીઓ સાથે ચાહકો સેલ્ફી લેવા પડાપડી કરતા પણ જોવા મળ્યા હતા.