સેવાભાવી વ્યક્તિ હમેશા સેવા કરવાની તક શોધી જ લેતો હોય છે.આ વાત તો તમે સાંભળી જ હશે. હાલમાં પોપટભાઈ આહિરે એક એવું કામ કર્યું છે જેને ફિલ્મોમાં સાંભળવા મળતા કે પુસ્તકમાં વાંચવા મળતા આ ગુજરાતી વાક્યને સાચું સાબિત કર્યું છે.
એ તો તમે જાણતા જ હશો કે હાલમાં પોપટભાઈએ પોતાની મંગેતર પાયલ સાથે પ્રભુતામાં પગલાં પડ્યા છે. એવામાં હાલમાં એક તરફ સોશિયલ મીડિયા પર પોપટભાઈ આહીરના નવા જીવનના કેટલાક ફોટા સામે આવી રહ્યા છે તો બીજી તરફ તેમની સગાઈ બાદની કેટલીક વાતો પણ સોશિયલ મીડિયા પર જાણવા મળી રહી છે. હાલમાં જ તેમનો સગાઈ પછીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં પાયલ અને પોપટભાઈ સાથે મળી કેટલાક કબૂતરોને પાંજરામાંથી આઝાદ કરતા જોવા મળી રહ્યા છે.
હકીકતે પાયલના જન્મદિવસ નિમિત્તે પોપટભાઈ અને પાયલે કઈક નવું કરવાનો વિચાર કર્યો હતો.બંનેએ જન્મદિવસ પર કેક તેમજ અન્ય ખર્ચ કરી પૈસા બગડવાને બદલે કોઈ સેવાકાર્ય કરવાનું નક્કી કર્યું હતું. જો કે પોપટભાઈ ગરીબ લોકોની મદદ તો કરતા જ હોય છે. માટે તેમને આ દિવસ પર પક્ષીઓને આઝાદ કરવાનો વિચાર કર્યો હતો. આ વિચાર સાથે જ પાયલ અને પોપટભાઈ અમદાવાદમાં એક દુકાન પર આવ્યા હતા. પોપટભાઈ પોપટને જ આઝાદ કરવા ઈચ્છતા હતા.
પરંતુ દુકાનદારના જણાવ્યા અનુસાર તેમની પાસે રહેલા ઓસ્ટ્રેલિયન પોપટ ને અહીંના વાતાવરણમાં ઉડાવી શકાય તેમ ન હતા. જેને કારણે તેમને કબૂતરોને ઉડાવવાનો નિર્ણય કર્યો અને એક પાંજરું લઈ દેહગામ પહોચ્યા હતા જ્યાં તેમણે પાંજરું ખોલી કબૂતરોને આઝાદ કર્યા હતા.