બોલીવુડ ઇન્ડસ્ટ્રી એ એક એવી દુનિયા છે જ્યા લોકોને સમજવા કે તેમના જીવન વિશે અંદાજો લગાવવો ખૂબ જ અઘરો હોય છે. અહી ક્યારેક કોઈ કપલ બે પળમાં જ સાથે જોવા મળતા હોય છે તો બે પળમાં કોઈ કપલ ના અલગ થયાની ખબરો પણ સામે આવતી હોય છે. આ ઇન્ડસ્ટ્રીમાં વર્ષો સુધી સાથે રહેલા અને જેના અલગ થવાની લોકોને ધારણા પણ ન હોય તેવા કપલ પણ નજીવા કારણોસર અલગ થતા જોવા મળતા હોય છે.
થોડા વર્ષ પહેલા અરબાઝ અને મલાઈકા અરોરાના કિસ્સામાં આવું જોવા મળ્યું હતું.બંનેએ ૧૮ વર્ષના લગ્નજીવન નો અંત કર્યો હતો. જે બાદ હાલમાં અભિષેક અને એશ્વર્યા રાય બચ્ચન પણ આ જ પગલે ચાલી રહ્યા હોવાની અટકળો સામે આવી રહી છે.
પાછલા કેટલાક દિવસોથી અભિષેક બચ્ચનની માતા અભિનેત્રી જયા બચ્ચન અને પત્ની એશ્વર્યા બચ્ચન વચ્ચે પારિવારિક સંબંધો ઠીક ન હોવાના કારણે એશ્વર્યા જલસામાં બંગલોમાં રહેવા છતાં સાસુ સાથે વાત ન કરતી હોવાની ખબર સામે આવી રહી હતી એટલું જ નહિ એશ્વર્યા પોતાની માતા વૃંદા સાથે તેમના ઘરમાં શિફ્ટ થઈ હોવાની ખબર પણ સામે આવી હતી.
જો કે આ ખબરોને અફવાહ ગણવીએ તો પણ હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જે કપલના સંબંધોમાં તિરાડ હોવાની સાબિતી આપતો જોવા મળી રહ્યો છે હકીકતે એશ્વર્યા અને અભિષેક બચ્ચન હાલમાં જ મુબાઈની અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ ફંકશન માં હાજર રહ્યા હતા .જેનો એક વીડિયો હાલમાં સામે આવ્યો છે. હાલમાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં અભિષેક અને એશ્વર્યા એક જ ફંકશનમાં અલગ અલગ કારથી પહોંચ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.
મધ્ય માહિતી અનુસાર આરાધ્યા બચ્ચને આ ફંકશનમાં ભાગ લીધો હોવાથી માતા પિતા પોતાની દીકરીના ફંકશનને જોવા માટે પરિવાર સાથે ત્યાં પહોંચ્યા હતા જણાવી દઈએ કે એશ્વર્યાની માતા વૃંદા પણ આ ફંકશનમાં હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે હાલમાં બચ્ચન પરિવાર તરફથી કે ઐશ્વર્યા રાયના પરિવાર તરફથી બંનેના તલાક અંગે કોઈ જ મોહર લગાવવામાં આવી નથી.