હાલમાં ભારતભરમાં લગ્નની સીઝન ચાલી રહી છે. ચારેતરફ લગ્નના ઢોલ સંભળાઈ રહ્યા છે ત્યારે ગુજરાતીઓ માટે આ વર્ષની લગ્ન સિઝન ખૂબ જ યાદગાર બની છે કારણ કે આ વર્ષે ગુજરાતના બે સેવાભાવી વ્યક્તિઓ લગ્નબંધને બંધાયા છે. જેમાંથી એક નામ છે પોપટભાઈ આહીર.
પોપટભાઈ ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા ગરીબ અને રસ્તે રઝળતા લોકોની મદદ કરનાર પોપટભાઈ એ થોડા સમય પહેલા જ પોપટભાઈ આહીરની સગાઈના ફોટા સામે આવ્યા હતા જેને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા ચાલી હતી.
જે બાદ હાલમાં પોપટભાઈના લગ્નની તૈયારીઓના અલગ અલગ વીડિયો સામે આવી રહ્યા છે . હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં પોપટભાઈ પોતાના મામેરાના દિવસે ફોટોશૂટ કરાવતા જોવા મળી રહ્યા છે. હાલમાં સામે આવેલ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પોપટભાઈ સ્કાય બ્લુ કલરના કુર્તા પર ગોલ્ડન કલરની કોટી પહેરી છે તેમજ પોતાના રોજના દિવસની જેમ જે લગ્નમાં પણ તેમને કપાળમાં કંકુનો ચાંદલો કર્યો છે. જણાવી દઇએ કે ફોટોશૂટ માટે પિયુષ ભાઈ તેમજ દ્વારકાથી કેટલાક લોકોને બોલાવવામાં આવ્યા હતા.
જો કે મહત્વની વાત તો એ છે કે આજકાલ લગ્નના દિવસે જ પરિવાર જમણવારની જવાબદારી રસોઈયાને આપી દેતો હોય છે તેવા સમયે પોપટભાઈ ના પરિવારની મહિલાઓએ મામેરિયા માટે પોતાના હાથે કંસાર બનાવ્યો હતો. એટલું જ નહિ આ મામેરામાં તેમને પોતાના રિવાજ અનુસાર તેમને મહેમાનોને ઘી વાળી ચા પણ પીવડાવી હતી.આ ઉપરાંત પોપટભાઈના મામેરા દરમિયાન સમાજની મહિલાઓ દ્વારા લગ્ન ગીતોની હરીફાઈ પણ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ખજૂરના નામે જાણીતા સેવાભાવી યુવાન નીતિન જાની એ પણ લગ્ન કરી પ્રભુતામાં પગલા પાડ્યા છે.