Cli
know about this amazing horse

લગ્નમાં આ ઘોડી લાવશો તો વટ પડી જશે, 14 પ્રકારના ડાન્સ અને કરતબથી કરે છે કમાલ

Uncategorized

લગ્ન મંડપમાં ઘોડીને ડાન્સ કરાવો એ કોઈ નવી વાત નથી. દરેક લગ્નમાં ઘોડી લાવ્યા બાદ વરરાજા ને બેસાડી ઘોડીને ડાન્સ કરાવવામાં આવતો હોય છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક ઘોડીનો વિડીયો વાયરલ થયો છે જેને ડાન્સ કરતી જોઈ તમે પણ દંગ રહી જશો.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઘોડી ક્યારેક બે પગ ઊંચા કરી ડાન્સ કરી રહી છે , ક્યારેક તેના આગળના બે પગ ઊંચા કરી ગોળ ચક્કર લગાવી રહી છે તો વળી ક્યારેક ચાર પગ વડે ડાન્સ કરી રહી છે.
તમને થશે કે આવી કેવી ઘોડીને જેની સોશિયલ મીડિયા પર આટલી ચર્ચા થઈ રહી છે.તો તમને જણાવી દઇએ કે આ ઘોડીને ડાન્સ કરવા માટે ખાસ તાલીમ આપવામાં આવી છે. આ ઘોડી રાજકોટ ની છે.

મળતી માહિતી અનુસાર રાજકોટના રહેવાસી આરીફ સપ્પાને ઘોડા રાખવાનો શોખ હતો.તેમને પોતાના આ શોખને જ હાલમાં પોતાનું કામ બનાવી દીધું છે. આરીફ પાસે હાલમાં ચાર ઘોડી છે જેને તેમને અથાક મહેનત થી ડાન્સના અલગ અલગ સ્ટેપ શીખવી ડાન્સ ની તાલીમ આપી છે.

એટલું જ નહિ આરીફની આ ચાર ઘોડી એક રંગની છે, તેમના નામ મન, બુલબુલ, હિના અને હિર છે. તેમાં પણ વાત કરીએ મન નામની ઘોડી વિશે તો જેમ આપણા મન સામે જીતવું આપણા માટે મુશ્કેલ હોય છે તેવી જ રીતે મન નામની આ ઘોડી સામે ડાન્સમાં કોઈ પણ ઘોડીનું જીતવું શક્ય નથી રહેતું. હાલમાં મન ઘોડીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.લોકો આ વીડિયો પર અલગ અલગ કૉમેન્ટ પણ કરતા જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *