ચુંટણી આવતા પહેલા એક પાર્ટી દ્વારા બીજી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરવા એ કોઈ નવી વાત નથી.ચુંટણી સમયે શાબ્દિક પ્રહારોનો માહોલ દેશના ખૂણે ખૂણે જોવા મળતો હોય છે.એક નેતા બીજા નેતાના ભૂતકાળ અને વર્તમાનના કામોને નિર્ણયોને યાદ કરી તેના પર નિશાન સાધતા હોય છે.
હાલમાં ૨૦૨૪ની ચુંટણી નજીક આવી રહી છે એવામાં આવા જ શાબ્દિક પ્રહારો નરેન્દ્ર મોદી માટે કરવામાં આવી રહ્યા છે.જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી પર નિશાન સાધનાર નેતા બીજા કોઈ નહિ પરંતુ લાલુ યાદવ છે.લાલુ યાદવ લાંબા સમય બાદ કોઈ મીટિંગ અને મંચ પર જોવા મળ્યા છે.જો કે મંચ પર આવતા જ તેમને મોદીજી પર નિશાન સાધ્યું હતું.
હાલમાં મુંબઈની એક હોટેલમાં વર્ષ ૨૦૨૪માં આવનાર ચુંટણી અંગે નેતાઓની એક બેઠક બોલાવવામાં આવી હતી.આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન લાલુ પ્રસાદ યાદવે મોદીજી પર નિશાન સાધ્યું હતું.
હાલમાં મુંબઈની એક હોટેલમાં વર્ષ ૨૦૨૪માં આવનાર ચુંટણી અંગે નેતાઓની એક બેઠક બોલાવવામાં આવી હતી.આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન લાલુ પ્રસાદ યાદવે મોદીજી પર નિશાન સાધ્યું હતું.
તેમને હાલમાં ઈસરોની સફળતાને યાદ કરતા કહ્યું ચંદ્રલોક છોડી મોદીજીને સુર્યલોક પર મોકલો જેથી દુનિયામાં તેમનું નામ થાય.
સાથે જ પીએમ મોદીના સ્વિસ બેંકના નિવેદનને યાદ કરતા તેમને કહ્યું સ્વિસ બેંકમાંથી પૈસા પરત લાવી દરેકના ખાતામાં ૧૫ લાખ જમા કરવાનું કહ્યું હતું.હું પણ આ વાતમાં ભોળવાઈ ગયો અને મેં પણ ખાતું ખોલાવી દીધું.આ ઉપરાંત તેમને મોદીને સત્તા પરથી હટાવવાની પણ વાત કરી.તેમને કહ્યું કે અત્યાર સુધી તમામ નેતા અલગ અલગ હતા અને મોદીજી આગળ વધી રહ્યા હતા.હવે તેમને હટાવી ને જ રહીશું.