કહેવાય છે ને કે સફળતા મળ્યા બાદ તો દુશ્મન પણ દોસ્ત બનવા તૈયાર થઈ જતો હોય છે.હાલમાં બોલિવુડમાં કઈક આવું જ સની દેઓલ સાથે પણ થઈ રહ્યું છે.એક તરફ ફિલ્મ ગદ્દર -૨ ની સફળતા બાદ સની દેઓલ પર અલગ અલગ આરોપ લગાવવામાં આવી રહ્યા છે તો બીજી તરફ બોલીવુડ સની દેઓલ સાથે પોતાના સંબંધ સુધારવા મથામણ કરતું જોવા મળી રહ્યું છે.
આ વાત અમે નહિ પરંતુ હાલમાં સામે આવેલો એક વીડિયો કહી રહ્યો છે.ફિલ્મ ગદર -૨ ની સફળતા બાદ હાલમાં જ એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પાર્ટીમાં સંજય દત્તથી લઈ કાર્તિક આર્યન સુધીના તમામ સેલિબ્રિટી હાજર રહ્યા હતા.
જો કે આ પાર્ટીની ખાસ વાત એ હતી કે વર્ષો બાદ શાહરૂખ ખાન અને સની દેઓલ એકસાથે જોવા મળ્યા
હતા.સની દેઓલ અને શાહરૂખ ખાનની દુશ્મની,અબોલા અંગે તો તમે જાણતા જ હશો.હાલમાં સની દેઓલની પાર્ટીમાં હાજરી આપી શાહરૂખે આ અબોલાનો અંત લાવી દીધો છે.
જણાવી દઇએ કે શાહરુખ ખાને માત્ર પાર્ટીમાં હાજરી આપી એટલું જ નહિ પરંતુ તેને સની દેઓલના હાથમાં હાથ મિલાવી મીડિયાને ફોટા માટે પોઝ પણ આપ્યા હતા.સામે સની પણ શાહરુખ ખાનને જોઈ ખુશ હતા.આ પાર્ટીમાં શાહરુખ તેમની પત્ની ગૌરી સાથે હાજર રહ્યા હતા.વાત કરીએ શાહરુખ અંગે તો તેમની ફિલ્મ જવાન ૭ સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.