કોઈપણ જગ્યા ભલે ગમે તેટલી સુંદર કેમ ન હોય પરંતુ તેના વિશે એકવાર કોઈપણ અફવાહ ફેલાય અથવા તો કોઈએ તે જગ્યા પર આત્મહ!ત્યા કરી હોવાની જાણ થાય તે બાદથી તે સુંદર જગ્યાની કિંમત ઘટી જતી હોય છે.
કોઈપણ વ્યક્તિ એ જગ્યા પર જવાનું ટાળી દેતા હોય છે.આવું જ કઈ થઈ રહ્યું છે સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટ માટે.અભિનેતા સુશાંત ને પોતાના ફ્લેટ સાથે કેટલો લગાવ હતો એ તો તમે જાણતા જ હશો.અભિનેતા આ ફ્લેટ માટે ૪.૫૧લાખ રૂપિયા ભાડું ચૂકવતો હતો.
દરિયાની સામે આવેલું સુશાંતનું આ ઘર તેના મૃત્યુ બાદથી ખાલી પડી રહ્યું હતું.બ્રોકરના જણાવ્યા અનુસાર સુશાંત ની આત્મહ!ત્યા બાદ લોકો આ ફ્લેટમાં આવતા ડરે છે જેને કારણે પાછલા કેટલાક સમયથી ફ્લેટ ખાલી પડ્યો હતો.જો કે હાલમાં આ અંગે આવેલી ખબર અનુસાર આ ફ્લેટ વેચાઈ ગયો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે
મીડિયા રિપોર્ટ અનુસાર સુશાંત ના ફ્લેટને અભિનેત્રી અદા શર્માએ ખરીદી લીધો છે.જો કે આ અંગે અભિનેત્રીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.પરંતુ અભિનેત્રી હાલમાં મકાન શોધી રહી છે.હાલમાં જ તે સુશાંત ના ફલેટના ધાબા પર જોવા મળી હતી.જેને કારણે અભિનેત્રીએ તે ફ્લેટ ખરીદી લીધો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
જણાવી દઇએ કે અભિનેત્રી અદા શર્મા ફિલ્મ કેરલા સ્ટોરી થી ચર્ચામાં આવી છે.તેની આ ફિલ્મે આ વર્ષે ખૂબ જ સારી કમાણી કરી હતી.