પ્રેમમાં કોઈ હદ નથી હોતી,સાચા પ્રેમ માટે કોઈપણ હદ પાર કરી જ શકાય છે,આ અને આવી બીજી અનેક વાતો તમે ફિલ્મમાં સાંભળી હશે,પુસ્તકમાં વાંચી હશે પરંતુ હાલમાં આવો જ એક કિસ્સો હકીકતમાં સામે આવ્યો છે.
પબ્જી ગેમથી એકબીજાના સંપર્કમાં આવેલ સચિન અને સીમા એકબીજાના પ્રેમમાં એવા ડૂબ્યા કે સીમા પરણિત હોવા છતાં તેમજ ચાર બાળક હોવા છતાં પાકિસ્તાનની સરહદ ઓળંગી ભારત આવી ગઈ છે.
સીમા અને સચિનની આ સરહદ પારની પ્રેમ કહાની વિશે તો તમે જાણતા જ હશો પરંતુ શું તમે એ જાણો છો કે સીમા અને સચિને લગ્ન કરી લીધા છે.હાલમાં સામે આવેલા મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન સચિને જણાવ્યું કે સીમા અને તેને પશુપતિનાથ મંદિરમાં લગ્ન કરી લીધા છે,સીમાએ તે સમયે જ હિન્દુ ધર્મનો સ્વીકાર કરી લીધો હતો.
બીજી તરફ વાત કરીએ સીમાની તો તેનું કહેવું છે કે તે સચિનને પતિ માની ચૂકી છે,તેમને લગ્ન કરી લીધા છે અને જલ્દી કોર્ટ મેરેજ પણ કરી જ લેશે પરંતુ તે પાકિસ્તાન નહિ જાય કારણ કે તે સચિનને પ્રેમ કરે છે.
સાથે જ તેનુ કહેવું છે કે જો તેને ગંગા સ્નાન કરવું પડ્યું તો તે પણ કરી ને હિન્દુ હોવાની સાબિતી આપશે. એટલું જ નહિ સીમાએ મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન સચિનના માતાપિતા વિશે પણ વાત કરી તેનું કહેવું છે કે સચિનના માતાપિતાએ તેને સ્વીકારી લીધી છે.
અને જો કોઈ તેને સ્વીકારતું નથી તો તેનાથી તેને કોઈ ફરક નથી પડતો.તેને જણાવ્યું કે જો ભારત સરકારને શંકા હોય તો તે જેમ કહેશે તેમ કરવા તૈયાર છે પરંતુ તે પાકિસ્તાન નહિ જાય. સીમાએ નરેન્દ્ર મોદી તેમજ યોગી આદિત્યનાથ ને પણ મીડિયા દ્વારા અપીલ કરી છે કે તેને ભારતમાં રહેવા દેવામાં આવે.