કોઈપણ વ્યક્તિને રડાવવું ખૂબ જ સહેલું છે પણ એ જ વ્યક્તિને હસાવવું ખૂબ જ અઘરું હોય છે એ વાત તો તમે જાણતા જ હશો.જોકે ઘણા એવા વ્યક્તિ હોય છે જે પોતાનો સમય લોકોને હસાવવામાં લગાવતા હોય છે. આવા જ એક વ્યક્તિ છે નીતિન જાની.
લાખો રૂપિયાની નોકરી કરતા નીતિન જાની એ કઈક નવું કરવાની ઈચ્છા સાથે ખજૂર અને જિગ્લી નામના પાત્રો અપનાવી કોમેડી વીડિયો બનાવવાની શરૂઆત કરી એ પણ તમને યાદ હશે જ. પરંતુ શું તમે એ જાણો છો કે ખજૂરભાઈના આ નાના નાના કોમેડી વીડિયોનું શૂટ કઈ રીતે થાય છે?
હાલમાં જ ખજીરભાઈનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોતાના કોમેડી વીડિયોનું શૂટ કરતા જોવા મળી રહ્યા છે.હાલમાં વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે શરૂઆતમાં નીતિન ભાઈ ટીમના લોકોને સીન સમજાવી રહ્યા છે.
જે બાદ શૂટ શરૂ થાય છે જેમાં એક બાઈક પાછળ નીતિન ભાઈ તેમજ બાકીના સભ્યો હાથમાં થાળી લઈ ખમણ ખમણ બોલતા દોડતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સારા સીન માટે બે ત્રણવાર શૂટ કરવામાં આવે છે જે દરમિયાન નીતિનભાઈને પગમાં ઈજા પણ થાય છે.તેમ છતાં તે શૂટ ચાલુ રાખે છે.