કહેવાય છે ને જ્યારે તમારામાં ઊંચા ઉઠવાની તાકાત ન હોય તો બીજાને નીચે પાડીને નામના મેળવો.આ વાત સામાન્ય રીતે દરેક જગ્યાએ લાગુ પડતી હોય છે પરંતુ બોલિવુડમાં આ પ્રથા હંમેશાથી ચાલતી આવી છે.
કોઈ શો હોય કે ફિલ્મ જાણીતા ચાર લોકો મળી એક નવા આવેલા વ્યક્તિને નીચે પાડવાનો પ્રયાસ કરતા હોય છે. હાલમાં આવું જ કંઈ જોવા મળી રહ્યું છે.બિગબોસ કન્ટેસ્ટન્ટ પુનિત સુપર સ્ટાર સાથે. એ તો તમે જાણતા જ હશો.
કે બિગબોસ ઓટીટી શરૂ થયાના થોડા સમય બાદ જ કન્ટેસ્ટન્ટ પુનિત સુપર સ્ટારને શોમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. જો કે શોથી બહાર આવ્યા બાદ પુનિતની લોકપ્રિયતા ઘટવાને બદલે વધી ગઈ હતી.
પરંતુ પુનિત ની આ લોકપ્રિયતા લોકોની આંખમાં ખટકી રહી હોય એવું લાગી રહ્યું છે.કારણ કે હાલમાં જ એક ઇન્ફ્લુએન્સર દ્વારા પુનિત સુપરસ્ટાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
ફૈજાન અન્સારી નામના ઇન્ફ્લુએન્સરે પુનિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેનું કહેવું છે.કે એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને પુનિતને અભણ, મૂર્ખ કહ્યો હતો જે બાદથી તેના કેટલાક સાથી તેને મારવાની ધમકી આપી રહ્યા છે.
ફૈજાન અન્સારીએ પુનિત વિરૂદ્ધ કડક પગલા લેવા તેમજ પુનિતથી તેને કોઈપણ તકલીફ નહિ થાય તેવું લખાણ તેની પાસે લેવાની માંગ કરી છે. ફૈજાન અન્સારીનું કહેવું છે કે પુનિત ના કારણે તેનું જીવવું મુશ્કેલ છે.
જો તેની સાથે કઈ ખરાબ ઘટના બનશે તો તેના માટે પુનિત જ જવાબદાર રહેશે. જણાવી દઇએ કે પુનિત સોશિયલ મીડિયા પર હટકે વિડિયો બનાવવા માટે લોકપ્રિય છે હાલમાં તેમના ૩ મિલિયન ફોલોવર્સ છે.