હાલના સમયમાં પ્રેમમાં છેતરપિંડી અને બાદમાં હ!ત્યાએ સાવ સામાન્ય બાબત બની ગઈ.પાછલા સમયમાં ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં પ્રેમિકાની હત્યા કરવામાં આવી છે.હાલમાં સોશિયલ મીડિયા પર ધારા હ!ત્યાકાં!ડનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહેલા આ કેસ અંગે તમે જાણતા જ હશો સૂરજ ભુવાજી નામના વ્યક્તિએ પોતાની પ્રેમિકા ધારાની હત્યા કરી સળગાવી દીધી હતી જે બાદ પાલડી પોલીસમાં પ્રેમિકાના ગુમ થયા ની ખોટી ફરિયાદ નોંધાવી પોલીસને ખોટા માર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે પોલીસ તપાસ બાદ હકીકત સામે આવી હતી જે અનુસાર સૂરજ ભુવાજી અને તેના મિત્રએ ચોટીલાની બાજુમાં આવેલા સુરજ સોલંકીના મૂળ ગામ વાટાવચ્છ ખાતે લઈ ગયા હતા. વાટાવચ્છ ગામની સીમમાં સુરજના ભાઈ યુવરાજ અને તેનો મિત્ર ગુંજન જોશીએ આવીને ધારા સાથે બોલાચાલી કરી હતી.
આ દરમિયાન કારની પાછળની શીટમાં બેઠેલા મીત શાહે દુપટાથી ધારાને ગ!ળાટૂ!પો દઈને હ!ત્યા કરી હતી આ સમયે અન્ય આરોપીએ પણ હત્યા કરવામાં મદદ કરી હતી અને ધારાના મૃતદેહને નજીકની અવાવરુ જગ્યાએ લઈ જઈ આ આરોપીએ સૂકા લાકડા ઘાસ એકઠુ કરીને તેના પર ધારાનો મૃતદેહ મૂકી તેના પર પેટ્રોલ છાંટીને ધારાનો મૃતદેહ સ!ળગાવી દીધો હતો.
જો કે હાલમાં કુલ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે એવામાં ધારાનું એક રેકોર્ડિંગ પણ સોશિયલ વાયરલ થઈ રહ્યું છે.રેકોર્ડિંગ માં ધારાનું કહેવું છે કે તેને સૂરજ ભુવાજી સાથે લગ્ન કરવા હતા પરંતુ સૂરજ ભુવાજી એ લાઈવમાં તેને બદનામ કરી ,તેને પૈસા માટે પ્રેમ કર્યો હોવાનો દાવો કર્યો અને છોડી મૂકી.ધારાએ રેકોર્ડિંગમાં જણાવ્યું કે તેને પ્રેમને ખાતર એવી વસ્તુ પીને આત્મહ!ત્યા કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો.તેને પૈસા માટે પ્રેમ નથી કર્યો આ માટે તેની પાસે સાબિતી પણ છે.
વધુમાં ધારાએ કહ્યું કે જો સૂરજ ભુવાજી સાચા હોય તો તેમને સામે આવવું જોઈએ,આરોપી બની ભાગવું ન જોઈએ, સાથે જ ધારાએ લોકો પાસે ન્યાયની અપીલ પણ કરી. આ રેકોર્ડિંગ ધારાનું છેલ્લું રેકોર્ડિંગ હોવાનુ કહેવાય રહ્યું છે જો કે આ રેકોર્ડિંગની હકીકત અંગે કોઈ પુષ્ટિ થઈ શકી નથી.