બોલીવુડ ના મશહુર રેપર સિગંર બાદશાહ બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે એક દીકરી ના પિતા બાદશાહને હવે બીજી વાર પોતાની જિંદગીનો સાચો પ્રેમ મળી ગયો છે અને તેઓ પોતાની પ્રેમિકા સાથે સાત ફેરા ફરવા તૈયાર થયા છે મિડીયા રીપોર્ટ અનુસાર બાદશાહ ખુબ લાંબા સમય થી.
અભિનેત્રી ઈશા રીખી સાથે લવ ઇન રિલેશનશિપમાં છે ઈશા રીખી પંજાબી ફિલ્મો ની જાણીતી અભિનેત્રી છે ઈશા રીખી એ બોલિવૂડ ફિલ્મ નવાબજાદે માં પણ કામ કરેલું છે રીપોર્ટ અનુસાર બાદશાહ અને ઈશા એક બીજાને લઈને ગંભીર છે અને એટલા માટે જ બંને એ લગ્ન નો સંકલ્પ કર્યો છે.
રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે બંને આ જ મહિનામાં એકબીજાને પોતાના જીવન સાથી બનાવશે અને ઓફીસીયલી રીતે એકબીજાને સ્વિકારી નવા જીવનની શરૂઆત કરશે બાદશાહ અને ઈશા ના લવ ઇન રિલેશનશિપ ની ખબર ગયા વર્ષે ઈન્ટરનેટ પણ છવાઈ હતી.
જોકે એ વખતે બંનેએ આ વિષય પર મૌન સાધ્યું હતું બાદશાહ તાજેતરમાં મુંબઈ માં સ્પોટ થયા હતા ત્યાર બાદ તેમને લગ્ન ની ખરીદી કરી હતી મિડીયા રીપોર્ટ અનુસાર બાદશાહ ના લગ્ન ની ખબર તેમના મિત્રો અને પરિવારજનો જ ખબર છે બાદશાહ પહેલાથી પરણીત છે.
તેમને સાલ 2012 માં જેસ્મીન મસી સાથે લગ્ન કર્યા હતા બંનેની એક દિકરી પણ છે જે 5 વર્ષ ની થઇ ચુકી છે બાદશાહે સાલ 2020 માં પોતાની પત્ની ને તલાક આપી દિધા હતાં બંનેના લગ્ન શા માટે તુટ્યા હતા એ વાત હજુ પણ સિક્રેટ છે જોકે બાદશાહે ફરી વાર વરરાજા બનવાની તૈયારી શરુ કરી દિધી છે.