Cli
દુલ્હન લીધા વિના નિકડેલા સાબરકાંઠા ના અનોખાં વરઘોડાની સચ્ચાઈ જાણી તમે પણ ભાવુંક થઈ જશો…

દુલ્હન લીધા વિના નિકડેલા સાબરકાંઠા ના અનોખાં વરઘોડાની સચ્ચાઈ જાણી તમે પણ ભાવુંક થઈ જશો…

Breaking

દેશભરમાં એવા ઘણા માતાપિતા છે જેમના સંતાનો માનસિક અસ્તિર છે તેઓ સમયની સાથે મોટા તો થઈ જાય છે પરંતુ તેમનું મગજ હંમેશા નાનું જ રહી જાય છે તેના કારણે તેમનું માનસિક વિકાસ થઈ શકતો નથી અને બાળક જેવો સ્વભાવ ધરાવે છે પરંતુ દરેક માતાપિતાને માટે પોતાના સંતાનો હંમેશા અનમોલ હોય છે.

સંતાનની ઈચ્છા પૂરી કરવા માટે માતાપિતા કોઈપણ પરીસ્થીતી માં દુઃખ તકલીફોની વેઠીને પણ પોતાના સંતાનોના અભરખા પુરા કરે છે એવો જ એક બનાવ સાબરકાંઠા વિસ્તારમાં થી સામે આવ્યો છે આ બનાવ જુનો છે પરંતુ તાજેતરમાં આ તસવીરો સોશિયલ મીડિયા ખુબ લોકો પસંદ કરી રહ્યા છે સાલ 2019 માં ફેબ્રુઆરી મહીનામાં.

સાબરકાંઠા ના ચાપલાનગર ગામમાં વિષ્ણુભાઈ નો દીકરા અજય નો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો તસવીરો જોતા આપને આ વરઘોડો સામાન્ય લાગશે પરંતુ વાત ખૂબ જ અલગ છે વિષ્ણુભાઈના ઘેર ઘણી બધી માનતાઓથી દીકરા અજયનો જન્મ થયો જેને લોકો પ્રેમથી પોપટ બોલાવતા હતા ખૂબ જ લાડકૂટથી દીકરાને મોટો કર્યો.

પરંતુ દીકરાનું મગજ નાનું જ રહી ગયું માનસિક રીતે તે પરિપક્વ ના બની શક્યો જેનું માતા પિતાને હંમેશા માટે દુઃખ રહ્યું પરંતુ દીકરાની દરેક ઈચ્છાઓ પૂરી કરવા માટે રાત દિવસ મહેનત કરતા વિષ્ણુ ભાઈએ કાળી મજૂરી કરીને પણ દીકરાના દરેક અભરખા ને પૂરા કર્યા દીકરા પોપટ એટલે કે અજયે પોતાના.

પિતા સામે પરણવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ માનસિક રીતે અસ્વસ્થ રહેલા દીકરાને કોઈ કેવી રીતે કન્યા આપે એ વાતથી વિષ્ણુભાઈ દુઃખી હતા પરંતુ તેમને એક ઉપાય સૂજ્યો અને દિકરા અજય ને માત્ર ઘોડે ચડીને વરરાજા બનવાનો શોખ હતો ગામમાં કોઈના પણ વરઘોડા નીકળે તો અજય એમ.

કહેતો હતો કે પપ્પા મારે પણ વરઘોડા પર ચડવું છે મારા લગ્નમાં તમારે પણ નાચવાનું છે દીકરાના આ કાલી ઘેલી ભાષામાં બોલેલા શબ્દો પિતાના હૈયે વાગતા તેમને દીકરા અજયની કંકોત્રી પણ છપાવી જેમાં અજય ઉર્ફ પોપટ નામ પણ લખાવ્યું લગ્નની તમામ વિધિઓ પણ નક્કી કરી ઘરે જમણવાર પણ.

રાખ્યો દીકરાને આગળના દિવસે પીઠી ચોળીને ગણેશ સ્થાપના સુધીની તમામ વિધિઓનો સમાવેશ. પોતાની કંકોત્રીમાં કર્યો લગ્ન પ્રસંગ ની જેમ જ પોતાના દીકરાનો વરઘોડો વિષ્ણુ ભાઈએ કાઢ્યો દીકરો અજય માનસિક રીતે અસ્વસ્થ હતો પરંતુ તેના મનમાં જે વરરાજા બનવાના સપના હતા તે સપના પૂરા.

કરવા માટે તેને શેરવાની પહેરવામાં આવી ગળામાં ફૂલનો હાર પહેરાવવામાં આવ્યો અને ડીજે સાથે આખા ગામમાં વરઘોડો ફેરવવામાં આવ્યો દીકરા અજયના લગ્નમાં માતા પિતા મન મૂકીને નાચ્યા તો અજય જે પોપટ ના નામે આખા ગામમાં પોતાની કાલી ઘેલી ભાષાના કારણે લોકોના દિલમાં અનોખું.

સ્થાન ધરાવતો હતો તેના કારણે ગામ આખું તેના આ વરઘોડામાં જોડાયું હતું અને અજયની આ ખુશી જોઈને ગામ લોકો પણ ખુશી વ્યક્ત કરતા હતા દીકરા અજયના વરઘોડા ચડવાના સપના પૂરા કર્યા હતા દુલ્હન ભલે ઘેર ના આવી પરંતુ દીકરો ઘોડે ચડીને વરરાજા બની ગયો હતો માતા.

પિતાના મનમાં દરેક દીકરો હંમેશા અનમોલ હોય છે સંતાનોની અભિલાષા પુરી કરવા માતાપિતા કાંઈ પણ કરે છે તે અજય ના લગ્ન કરાવીને વિષ્ણુ ભાઈએ સાબીત કર્યું હતું સોશિયલ મીડિયા પર આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે લોકો આ તસવીરોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *