તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ અત્યારે લોકોમાં ખૂબ જ લોકપ્રિય સિરિયલ છે જે ગુજરાત તથા પુરા ભારત માં પ્રખ્યાત છે જેમાં જેઠાલાલા અને દયાભાભી નું પાત્ર ખુબજ લોકપૃય બની છે. આ સિરિયલ ના તમામ પાત્રો લોકપ્રિય છે જ્યારે ઘણાં સમય થી એક સીરીયલ માં કામ કરતા પાત્રો ને પ્રેમ થાય એમાં કઈ નવાઈ ની વાત નથિ આ સેટ માં ટપુડો(રાજ અનડક) અને બબીતા(મૂંન મૂંન દત્તા) આ બન્ને વચ્ચે અફેર ચાલી રહ્યું હોય એવી ચર્ચાઓ ચાલી રહી છે.
‘ઇટાઇમ્સ’ ના અહેવાલ મુજબ ટપુડો અને બબીતા બન્ને પ્રેમ માં છે. આ સિરિયલ માં વર્ષોથી કામ કરતા ટપુડો અને બબીતા બંને સોસીયલ મીડિયા માં એક બીજા ની પોસ્ટ ઉપર કોમેંટ કરવાનું ક્યારેય ભૂલતા નથિ. જે બાબતે સોસીયલ મીડિયા યુઝરો એ ઘણી વાત બન્ને ને ટ્રોલ કર્યા છે. એક અહેવાલ મુંજબ આ બન્ને ના પ્રેમ વિશિ એમના પરિવાર ને પણ ખબર છે. જ્યારે તારક મહેતા ક ઉલ્ટા ચશ્માં નું શુટિંગ ચાલુ હોય ત્યારે એક બીજા ના પ્રેમ નું સન્માન જાળવવામાં આવે છે અને એ બાબતે કોઈ હસી મજાક પણ નથી કરતા. જાણવા મળતી માહિતી મુજબ મૂંનમૂંન અને રાજ બન્ને લાંબા ગાળા થી પ્રેમ માં છે પણ આ વાત હવે બહાર આવી ગઈ છે
મૂંનમુન અને રાજ બન્ને ને પ્રેમ ઘણા સમય થી હોય એવું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે મૂંનમુન દત્તા ની ઉંમર 33 વર્ષ અને રાજ ની 24 વર્ષ ઉંમર છે જે બન્ને વચ્ચે 9 વર્ષ નો તફાવત છે. જાણવા મળ્યા મુજબ આ વાત વિશે મૂંનમુન અને રાજ એ કબુલ્યું નથી એમના પ્રેમ વિસે ના પણ નથિ પાડી અને હા પણ નથિ પાડી. રાજ 2016 થી સિરિયલ માં કામ કરે છે તારક મહેતા માં ‘ટપુ’ ના નામ થી પણ રોલ કર્યો હતો. મૂંનમુન એ પરણીત છે તે 2004 થી સિરિયલ માં આવી હતી ત્યાર બાદ ફિલ્મો માં પણ કામ કર્યું છે.