અર્ષદ વાર્ષિએ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પર ગંભીર આરોપ લગાવીને સનસની ફેલાવી દીધી છે અર્ષદ વાર્ષિ બોલીવુડના એ એક્ટરમાંથી છે જેઓ પોતાના અલગ અભિનયથી જાણીતા છે છતાં એમનો જોઈએ તેવો ઇન્ડસ્ટરીઝમાં સિક્કો ન ચાલ્યો પરંતુ હવે તેનો દોષ અમિતાભ પર એમણે નાખ્યો છે અર્ષદ વાર્ષિએ પોતાના કરિયરની.
શરૂઆત 1996માં તેરે મેરે સપનેથી કરી હતી જે ફિલ્મને અમિતાભની કંપની એબીસીએ કરી હતી હવે અર્ષદ વાર્ષિએ જણાવ્યું છેકે એ ફિલ્મ બાદ અમિતાભ અને એમની કંપનીએ એમને ક્યારેય સહકાર ન આપ્યો અર્ષદ વાર્ષિ અત્યારે એમની ફિલ્મ બચ્ચન પાંડેના પ્રમોશનમાં વ્યસ્તછે અહીં એમને એક વ્યક્તિએ પૂછ્યું કે તમારા ગોડ ફાધર કોણ છે.
ત્યારે અર્ષદ વાર્ષિએ જવાબ આપ્યો અને કહ્યું હું મિસ્ટર અમિતાભ જ કહીશ મેં મારા કરિયરની શરૂઆત એબીસીએલથી કરી હતી અમિતાભે આ કંપનીથી મારી શરૂઆત કરાવી હતી પરંતુ તેના બાદ એમણે મને છોડી દીધો એમણે મારો સાથ ન દીધો એટલે મને નથી ખબર કે એમને શું કહું હું ગોડફાધર કે બીજું શું મને નથી ખબર પડતી.
જણાવી દઈએ અમિતાભે એમની કંપની એબીસીએલ 1995માં શરૂઆત કરી હતી જેમાં અર્ષદ વાર્ષિની ફિલ્મ સહિત એમણે 16 ફિલ્મો બનાવી હતી પરંતુ એ કંપની દ્વારા એમને નુકશાન ગયું હતું એમના પર બેન્કનું 90 કરોડનું દેવું થઈ ગયું ત્યારે અનિલ અંબાણીએ મદદ કરી હતી સાચું એ પણ છેકે અમિતાભ એવી સ્થિતિમાં બચ્ચા નતા કે તેઓ અર્ષદ વાર્ષિની મદદ કરી શકે.