અમદાવાદ ઓગણજ ખાતે 15 ડીસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી ભવ્ય પ્રમુખસ્વામી મહારાજ નો 600 એકર જગ્યામાં શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં 200 એકર જમીન માં પ્રમુખસ્વામી નગર ઉભું કરવામા આવ્યું હતુ દેશ વિદેશમાં થી કરોડો ભાવીકોએ પ્રમુખસ્વામી નગર ની મુલાકાત લીધી હતી.
અને બાપાના આર્શીવાદ મેળવ્યા હતા સ્વામીનારાયણ ધર્મ ના અનુયાયીઓ આ શતાબ્દી મહોત્સવ માં નિરંતર ઉભા પગે રહીને સ્વયં સેવક તરીકે સેવા આપી રહ્યા હતા ભક્તિ ના ભાવ સાથે પ્રમુખસ્વામી મહારાજ ના જીવન અંશ ને અભિવ્યક્ત કરવા માટે લાઈટ શો અને અક્ષરધામ પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી.
જેમાં પ્રમુખસ્વામી મહારાજ નું જીવન તેમની સાદાઈ તેમના લોકસેવાના કાર્યો નું આવરણ કરવામાં આવ્યું હતું આ મહોત્સવ માં લોકો પ્રમુખસ્વામી મહારાજ ના ચરણ કમળને વંદન કરીને બાપાનો મહીમા ગાતા જોવા મળ્યા હતા પ્રમુખસ્વામી મહારાજ ના શતાબ્દી મહોત્સવ માં મહંત સ્વામી ની હાજરીમાં.
હૈયામાં ભક્તિ વૈરાગ્ય ની ભાવનાઓ સાથે 57 જેટલા યુવાનો જેઓ ઉંચી પોસ્ટ માં નોકરી કરતા હતા ઉંચી ડીગ્રી પ્રાપ્ત કરીને લાખોનો પગાર મેળવતા હતા તેઓ પણ સાંસારિક જીવન ની મોહ માયા પરીવાર સ્વજનો ને છોડીને માત્ર લોક સેવા પરમાર્થ કાજે દિક્ષા ગ્રહણ કરીને સ્વામી બની ગયા હતા દિક્ષા.
સમારોહમાં યુવકો ના માતા પિતા પરીવારજનો પણ હાજર હતા રાજી ખુશી તેમને પોતાના સંતાનો ને આ ભક્તિના પંથ પર મોકલ્યા હતા દિક્ષા ગ્રહણ કરતી વખતે યુવાને જણાવ્યું હતું કે હું 10 વર્ષ નો હતો એ સમયે પ્રમુખ સ્વામી બાપા મારા પિતા પાસે આવ્યા હતા કે દિકરો લઈ જવો છે.
પિતાએ ખુશી થી આપવાનું કહેતા બાપાએ સમય આવશે એટલે હું કહીશ જણાવ્યું હતું આજે સમય આવી ગયો છે પ્રમુખસ્વામી મહારાજ નો આદેશ થયો છે અને અમે આ સાંસારિક જીવન ને ત્યાગી લોકસેવા જનકલ્યાણની ભાવનાએ ધર્મના પંથે સાધુ બની ગયા છીએ એમ જણાવી આનંદ વ્યક્ત કર્યો હતો.