બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન આ દિવસોમાં પોતાની રિલીઝ થયેલી ફિલ્મ પઠાણથી ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષના લાંબા સમય બાદ તેઓ ફિલ્મ પઠાણથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પરત ફર્યા અને આ ફિલ્મનો એવો જાદુ છવાયો છે કે થિયેટરો હાઉસફુલ થઈ રહ્યા છે
ફિલ્મની કમાણી બધા જ રેકોર્ડ તોડી રહી છે જેને જોતા લોકો હેરાન રહી ગયા છે આદિત્ય ચોપરા ના પ્રોડક્શન માં બનેલી ફિલ્મ પઠાનનુ બજેટ 250 કરોડ હતું અને 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થયેલી ફિલ્મ પઠાન માત્ર ત્રણ દિવસમાં ઘણા રેકોર્ડ તોડવા તરફ આગળ વધી રહી છે ભારતમાં ફિલ્મ પઠાન એ 150 કરોડની.
કમાણી કરી લીધી છે સાથે દુનિયાભરમા આ ફિલ્મે 300 કરોડની કમાણી નો આકંડો પાર કરી લીધો છે 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થયેલી ફિલ્મો પઠાણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અમેરિકાના થિયેટરોમાં છેલ્લા ઘણા સમયથી ફિલ્મ અવતાર ટુ ચાલી રહી હતી પરંતુ ફિલ્મ પઠાણ રિલીઝ થતા.
અવતાર ટુ ઉતારી દેવામાં આવી છે અને ફિલ્મ પઠાન દેખાડવામાં આવી રહી છે એવામાં ભારતીય ફિલ્મ પઠાન હોલિવૂડ ની ફિલ્મ અવતાર ટુ ને પણ પાછડ પાડતી જોવા મળે છે ફિલ્મ પઠાન માં શાહરુખ ખાન સાથે સલમાન ખાન પણ એક સીનમા ફાઈટ કરતા જોવા મળે છે જેનાથી દર્શકો માં ગજબ નો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ફિલ્મ માં દિપીકા પાદુકોણ નો શાનદાર અભિનય સાથે વિલનમા જોન અબ્રાહમ જોવા મળી રહ્યા છે ફિલ્મ પઠાન ને લઇ ને ભારતીય થીયેટરો માં એડવાન્સ બુકિંગ સાથે ટીકીટો નું ધુમ વેચાણ થઈ રહ્યું છે બોલીવુડ ના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ફિલ્મ પઠાન કેજીએફ 2 ના પણ રેકોર્ડ આવનાર સમય માં તોડી શકે છે.