બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહી છે . કંગના એક એવી અભિનેત્રી છે જે કોઈપણ વાતનો ડર રાખ્યા વિના દરેક વાત મોઢા પર કહે છે એ પછી કોઈના વખાણ હોય કે કોઈનો વિરોધ કંગના બંને વસ્તુ ખુલ્લેઆમ કરે છે પરંતુ પોતાના આવા સ્વભાવને કારણે બોલીવુડમાં કંગનાના ખાસ કહી શકાય એવા કોઈ મિત્રો હજી પણ નથી અને આ જ વાત કંગના રનૌત માટે જ મુશ્કેલી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
હાલમાં જ કંગનાની ફિલ્મ થલાઈવી રિલીઝ થઈ જો કે કંગના એ ફિલ્મ રિલીઝ પહેલાં પણ ફિલ્મના પ્રમોશન માં કોઈ કસર નથી છોડી છતાંય કંગનાની ફિલ્મ બોક્સ ઓફિસમાં બહુ સારી નથી ચાલી રહી આ વાતને લઈને કંગના એ સોશીયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે બોલીવુડ પર નિશાન સાધતા લખ્યું હતું કે ભલે આપણા વિચારો એકબીજાથી અલગ હોય પરતું જેમ હું કલાના વખાણ કરું છું એમ તમારે પણ તમારી પોતાની લાગણીઓ વિશે ભૂલી કલાનાં વખાણ કરવા જોઈએ.
તમને જણાવી દઈએ કે કરણ સાથે સારા સંબંધ ન હોવા છતાં કરણ જોહરની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ શેરશાહનું પોસ્ટર કંગનાએ પોતાના સોશીયલ મીડિયામાં શેર કર્યું હતું અને ફિલ્મના વખાણ કર્યા હતા ખરેખર તમારો કંગના અને બીજા બૉલીવુડ સિતારાઓ વિષે શું કહેવું છે તમારો અભિપ્રાય અમને જણાવી શકો છો તમે બૉલીવુડ માટે કોઈ સલાહ આપવા માગતા હો તો જરૂરથી અમને જણાવો અમે તમારા દરેક અભિપ્રાયને મન આપીશું.