આ ઘટના ઈંગ્લેન્ડની છે ત્યાં પોતાના સગા બાપે પોતાના 39 દિવસ ના દીકરા ને ટોટલ 71 ફેક્ચર કરીને મોત ને ઘાટ ઉતાર્યો હતો. જે ઘટના 2018 માં બની હતી તે પોતાના બાપે એકજ ઝટકે બાળકને મારી નાખ્યું હતું આ કેશ માં બાળકના પિતા જેમ્સ ક્લાર્ક ને ગુનેગાર ઠેરવ્યો છે અને 15 વર્ષની સજા આપવામાં આવી છે. બાળકના પિતા સામે કોર્ટમાં 3 વર્ષથી કેશ ચાલતો હતો જે હાલ માં પિતાને કોર્ટે સજા ફટકારી છે. ખરેખર આ કેશ એક બાપને કલંક લગાડતો કહી શકાય.
આ ઘટના ઇંગ્લેન્ડના સાઉથ ગ્લોસ્ટરશાયરના વોર્મલીમાં બની હતી વર્ષ 2018 માં જેમ્સ ક્લાર્કની પત્ની હેલન જેરેમી એક સવારે જાગી ત્યારે 39 દિવસનું બાળક બેડ પર મૃત અવસ્થામાં પડ્યું હતું તેના માથામાંથી નીકળી રહયું હતું. પોતાના બાળકની આ હાલત જોઈને માતા બેભાન થઈ ગઈ હતી અને પોલીસ તેમજ ડોક્ટરોને જાણ કરી. પોલીસે જ્યારે બાળકનું પોસ્ટમોર્ટમ કરાવ્યું ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો શાન ક્લાર્ક નામના આ બાળકની તેના પિતાએ હત્યા કરી હતી તેના પર ઓછામાં ઓછા ત્રણ વખત હુમલો કરવામાં આવ્યો હતો
બાળક ના પિતા જેમ્સ ક્લાર્કે તેના પુત્રને જોરથી ઘુમાવ્યો હતો જેના કારણે તેની છાતીના હાડકામાં ફ્રેક્ચર થયું અને તેના માથામાંથી લોહી વહેવા લાગ્યું આ એક જીવલેણ ઘટના હતી આ કેસમાં સજા સંભળાવતી વખતે ન્યાયાધીશે કહ્યું કે હત્યાનો દરેક ગુનો માત્ર એક જીવનનો અંત લાવતો નથી પરંતુ અન્યને ગંભીર રીતે અસર કરે છે અને તે ક્રૂરતાનો કેસ છે. આ કેશ જેન કુશી નામનો વ્યક્તિ લડી રહ્યો હતો જયારે કોર્ટે બાળકના પિતા જેમ્સ ક્લાર્ક ને સજા ફટકારતા હાશકારો અનુભવ્યો હતો.