સૌરાષ્ટ્રના જાણીતા કલાકાર દેવાયતભાઈ ખવડ ના હમણાં થોડા દિવસો પહેલાજ એક ન્યુઝ આવ્યા હતા જેમાં રાજકોટમાં એમના નિવાસસ્થાને એક પાડોશી સાથે ઝગડો થયો હતો આ ઝઘડામાં દેવાયતભાઈ એ એમના પાડોશી નું ઉપરાણું લીધું હતું એવા સમાચાર હતા જેમાં દેવાયતભાઈ ખવડ ના હાથમાં લાકડી સાથે નો એક ફોટો વાઇરલ થયો હતો જેને લઈને મીડિયાના અવનવી ચર્ચાઓ ચાલતી હતી તે ઝગડાને લઈને આજે દેવાયતભાઈ ખવડ એ ચોખવટ કરતા એક વીડિઓ સોસીયલ મીડિયામાં સેર કર્યો હતો
સોસીયલ મીડિયા થકી આજે દેવાયતભાઈ ખવડએ એક વીડિઓ બનાવીને સોસીયલ મિડિયામાં સેર કર્યો હતો જેમાં એ ઝગડાની ચોખવટ કરતા જણાવ્યું હતું કે જે ઝગડો થયો છે એ ઘટનાને બીજું રૂપ આપવામાં આવ્યું છે અને ખોટી અફવા ફેલાવી રહ્યા છે કે અમુક સમાજ જોડે ઝગડો કર્યો પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું બન્ને મારા પાડોશી છે અને એમને ગાડી ની અને દીવાલ ની જે તકરાર ચાલી આવતી હતી. પણ એ મેટર માં હું ઇન્ટરફીલ છુંજ નહીં. તે ઝઘડામાં મારા પાડોશી બહાર બેઠા હતા રાત્રે 10:30 સમય ની આસપાસ આઠ થી જણ આવીને એમનો કાંઠલો પકડીને રકઝક કરી હતી. વધુમાં દેવાયતભાઈ જણાવે છે કે મારો પાડોશી છે એટલે મારો ધર્મ છે નૈતિક ફરજ છે કે બન્ને ને જુદાં પાડવા. જુદા પાડવાનો પ્રયાસ કર્યો એ બાબતને લઈને મને દેવાયત ખવડને મોટું રૂપ આપીને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે અને મને ખરાબ સાબિત કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
વધુમાં દેવાયતભાઈ જણાવે છે કે આપડી નૈતિક ફરજ છે કે તમે હોય કે હું હોવ પાડોશી નો કોઈ ઝગડો ચાલતો હોય તો નૈતિક ફરજ બને છે કે આપડે એમને અલગ પાડવા અને આ અલગ પાડવામાં ઉગ્ર બોલાચાલી થઈ અને આ ઝગડા માં દેવાયતભાઈએ કોઈ પણ પ્રકારનું હથિયાર લીધુ નહોતું એવું એમને જણાવ્યું હતું તેઓ કહે છે કે હું ઘણા સમય થી પ્રોગામ કરું છું પણ કોઈ સમાજ ને ખોટું લાગે એવું કીધું નથિ. દેવાયતભાઈએ ખોટી અફવા ના ફેલાવવા માટે વિનંતી કરી હતી