હમણાં સોસીયલ મીડિયામાં એક વિડિઓ જબરજસ્ત વાઇરલ થઈ રહ્યો છે જેમાં ગુજરાતના જાણીતા સિંગર જીગ્નેશ કવિરાજ અને બાજુમાં એક નાની ઉંમરનો કોઈ યુવક પોતાના મધુર અવાજમાં ગીતો ગાઈ રહ્યોછે આ વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થતા લોકો નાના યુવકના સારા વખાણ કરી રહ્યા છે.
ગીતના શૂટિંગ સમયે જીગ્નેશભાઈ હળવાશની પળો માણી રહ્યા હતા ત્યારે એક નાની ઉંમરનો યુવક જીગ્નેશ કવિરાજને ગીત સાંભળાવાનું કહે છે ત્યારબાદ જીગ્નેશ કવિરાજ તે યુવકનું ગીત સાંભળે છે અહીં યુવક પોતાના મધુર કંઠેથી સારા ગુજરાતી ગીતો ગાય છે જેમાંથી એક જીગ્નેશભાઈનું ગીત પણ ગાય છે.
આ ગીત સાંભળ્યા બાદ જીગ્નેશ કવિરાજ તથા ત્યાં ઉભેલા લોકોએ યુવકને વધાવી લીધો હતો આ વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થતા આ યુવકના અવાજના લોકો વખાણી રહ્યા છે અને કહી રહ્યા છેકે યુવક ભવિષ્યમાં મોટો સીંગર બનશે યુવકના આ વિડિઓને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે.