અત્યારના જમાનામાં છેતરપિંડી બધી જગ્યાએ થતી હોય છે જેના લીધે આમ આદમી પરેશાન છે ખુદ સરકાર આ રોકવા માટે અનેક પ્રયાસો કરે છે પણ છેવટે છેતરવા વાળા એ ક્યારેક છેતરપીંડી કરવાનું છોડતા નથી. તમે પહેલાંના જમાનાની વાર્તાઓ સાંભળી હશે કે રાજા વેશ બદલીને પ્રજા જોડે જાય છે કે પ્રજાને કઈ તકલીફ તો નથી પડતી ને જે ઘણી વાર ખોટું થતું હોય તો રાજા એવા લોકોને પકડીને સજા આપે છે એવી જ રીતે અત્યારના જમાનામાં એ વાર્તા સાચી હોય એ રીતે એક સરકારી અધિકારી ની વાત કરવી છે જે અત્યારે સોસીયલ મીડિયામાં બહુ ચર્ચાઓ થઈ રહી છે.
હમણાં બે-ત્રણ ફોટા વાઇરલ થઈ રહ્યા છે તે આંધ્રપ્રદેશન રાજ્યના વિજયવાડાના કલેક્ટર સાહેબ જેમનું નામ છે સૂર્યા પ્રવીણ ચાંદ તેઓ આમ આદમી બનીને તેઓ ખાતર લેતા નજરે પડે છે એમને આ કરવાનું એકજ કારણ કે ખેડુતો સાથે કેટલી છેતરપિંડી થાય છે એ જોવા માટેજ. કલેક્ટર સાહેબ જાણવા માંગતા હતો કે કૈકલ્લુર અને મુનિપાલી મંડળોની ખાતરની દુકાનોમાં શું ચાલી રહ્યું છે જ્યારે કલેકટર સાહેબ ખેડૂતનો વેશ ધારણ કરીને દુકાનોમાં ખાતર લેવા ગયા ત્યારે તેમણે જોયું કે ઘણા દુકાનદારો MRP કરતા વધારે ભાવે DAP અને યુરિયા વેચી રહ્યા છે. તે ખાતર માટે કોઈ બિલ પણ ચૂકવતો ન હતો એટલે કે તેણે જામ પણ કર્યો હતો.
કલેકટર સાહેબે દુકાનદારોની ગેરરીતિ પકડી અને તે બે દુકાનો જપ્ત કરી જે 266.50 નું યુરિયા વેચી રહ્યા હતા અને તે દુકાનદારો તેને 280 રૂપિયામાં વેચી રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ તે ગ્રાહકોની આધાર વિગતો પણ લઈ રહ્યો ન હતો. જ્યારે તે જરૂરી હોય આ તસવીર ussushiIrTOI દ્વારા શેર કરવામાં આવી છે જેમાં જોઈ શકાય છે કે IAS પરવીન ચંદ ખાતર લેતા જોવા મળે છે હકીકતમાં આ વિસ્તારના ખેડૂતો સાથે થતી આ છેતરપિંડીની ફરિયાદ સંદર્ભે કલેકટરે આ કાર્યવાહી કરી છે.