ગુજરાત અત્યારે ઠેર ઠેર અપમૃત્યુના બનાવો વધી રહ્યા છે ઘણીવાર માનસિક રીતે હારીને પણ લોકો જીવન ટૂંકાવવાનો નિર્ણય લેતા હોય છે પરંતુ એમને ખબર નથી હોતી કે એમના એ ખોટા પગલાંથી એમનો પૂરો પરિવાર તૂટી જતો હોય છે એવોજ એક બનાવ ગોંડલના શિવરાજગઢ ગામે યુવકે પોતાના જ.
જન્મદિવસના દિવસે જીવન ટૂંકાવી લીધું છે વિગતે વાત કરીએ તો ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામના મેહુલ સાકરીયા નામના યુવાન કડિયા કામ કરીને પોતાનું અને પરિવાર નું ગુજરાન ચલાવતો હતો પરંતુ પોતાના જન્મદિવસ દિવસે જ કોઈ અગમ્ય કારણોસર મોતને વ્હાલૂ કર્યું છે જેનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મેહુલ સાકરીયાની એકાદ વર્ષ પહેલા સગાઈ પણ કરવામાં આવી હતી અને એમના લગ્નની વાતો પણ ચાલી રહી હતી પરંતુ ગઈકાલે મેહુલનો જન્મદિવસ હતો તેને બધાએ શુભેછાઓ પણ પાઠવી રહ્યા હતા પરંતુ કોઈ કારણોસર મેહુલે તેના વાડીએ જઈને ઝાડ પર લટકીને ગળેફાં!સો ખાઈને મોતને વ્હાલું કર્યું હતું મેહુલના મૃતદેહને.
પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો મેહુલનો જે દિવસે જન્મદીવસ હતો એજ દિવસે તેનો અંતિમ દીવ બન્યો બનાવ બન્યા બાદ યુવકના મિત્રો પરિવાર સગા વ્હાલા દોડી આવ્યા હતા મેહુલના નિધન બાદ પૂરો પરિવાર તૂટી પડ્યો હતો મીડિયા રિપોર્ટ મુજબ આર્થિક ભીંસને લઈને મેહુલે આવું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.