અત્યારે તેલ નો ભાવ અસમાને પહોંચી ગયો છે નાના પરિવારો ને પોતાનું ઘર ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે દિવસે ને દિવસે ખાદ્ય તેલ નો ભાવ વધી રહ્યો છે ત્યારે વધતા ભાવ ને રોકવા માટે ની કવાયત શરૂ થઈ ગઈ છે.દેશમાં ખાદ્ય તેલોની વધતી કિંમતોને રોકવા માટે નાણાં મંત્રાલયે પામ ઓઇલ, સોયા ઓઇલ અને સનફલાવર ઓઇલ પર બેઝ કસ્ટમ ડ્યુટી ઘટાડી છે. જેના કારણે ખાદ્ય તેલ માં દિવસેને દિવસે ભાવ વધી રહ્યો છે
નાણાં મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડતી વખતે જણાવ્યું હતું કે ક્રૂડ પામ ઓઇલ પર બેઝ કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી છે, જ્યારે ક્રૂડ સોયા ઓઇલ અને ક્રૂડ સનફ્લાવર ઓઇલ પર ટેક્સ 7.5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવ્યો છે. આ સૂચના શનિવારથી અમલમાં આવી છે. નિષ્ણાતોના મતે, આ ઘટાડાથી ક્રૂડ પામ ઓઇલ, ક્રૂડ સોયા ઓઇલ અને ક્રૂડ સૂર્યમુખી તેલના ભાવમાં 24.75 ટકા સુધીનો ઘટાડો થશે, જ્યારે રિફાઇન્ડ પામ ઓઇલ, સોયા ઓઇલ અને સૂર્યમુખી તેલના ભાવ 35.75 ટકા સુધી પ્રભાવિત થશે.
એવું માનવામાં આવે છે કે તાજેતરના કાપને કારણે છૂટક કિંમતો પ્રતિ લિટર ચારથી પાંચ રૂપિયા ઘટી શકે છે. પણ અહીં થી ભાવ ઓછા કર્યા પછી આંતરરાષ્ટ્રીય ભાવ વધવાને કારણે એની અસર અહીં આપણા સુધી પડે છે જેની અસર પ્રતિ લીટરે અહીં પડે છે જ્યારે ભારત સરકરે વધતા ભાવ ને અંકુશ માં રાખવા માટે લગામમાં આવતી આયાત જકાત ઓછી કરવી જોઈએ જેના કારણે વધતા ભાવ ઉપર રોક લગાવી શકાય નહીં તો આવનાર સમય માં ખાદ્ય તેલ આસમાને પહોંચશે એવું કહી શકાય જે તમામ પરિવાર માટે એક ચિંતજનક બાબત કહી શકાય કરણ કે તેલ એ જીવન જરૂરીયાત છે