Cli
aa mandir

આ છે સારંગપુર હનુમાનજીનું મંદિર જ્યાથી ભુત-પ્રેતને પણ ભાગવું પડે છે જાણો અદભુત રહસ્ય…

Uncategorized

આ હનુમાનજીનું આ મન્દિર ભૂત-પ્રેત ના નિવારણ માટે બહુ જાણીતું છે જો કોઈ મેલી જમીન ઉપર પગ પડી જવો કે કોઈ ખરાબ આત્માનો વળગાડ દૂર થાય છે. આમ તો હનુમાનજી ને બજરંગ બલી તરીકે ઓળખવામાં છે છે અને લોકોના કષ્ટ પણ હનુમાનજી દૂર કરતા હોય છે એવીજ રીતે આ હનુમાનજીના મંદિરે માત્ર દર્શન કરવાથીજ ભૂત-પ્રેત નો છાયો દૂર થાય છે તો મિત્રો મંદિરે ક્યાં આવેલું છે અને કેવા છે એમના ચમત્કાર એ બાબતે આજે ચર્ચા કરીશુ તો આ આવો જાણીએ આ બજરંગી બલી વિશે.

આ હનુમાનજી નું મંદિર એ સારંગપુર મા આવેલું છે જે ગુજરાત જ નહીં પુરા ભારત માં પણ પ્રખ્યાત છે એ મંદિર દરરોજ દર્શનાર્થીઓ ની ભીડ હોય છે અને ઘણા લોકો દર્શન કરવા જતાં હોય છે એ મંદિર ની ખાસિયત એ છે કે અહીં કોઈ વ્યક્તિને ભૂત-પ્રેત જેવી કઈ અસર હોય છે તો એની નકારાત્મક વિચાર દૂર થાય છે અને એ જીવન માં સુખી થાય છે. આ મંદિર એ સારંગપુર બસ સ્ટેન્ડ ની સામે જ આવેલું છે.અહીં હનુમાનજી સોનાના સિંહાશન માં બેઠા છે ભક્તો ની બધી મનોકામના પુરી કરે છે

કહેવાય છે કે હનુમાનજી ના આ મંદિરમાં આવીને ભક્તો ના દરેક દુઃખ થાય છે અને જીવન માં કોઈ કષ્ટ હોય તો એનું નિરાકરણ લાવે છે પછી કોઈની ખરાબ નજર હોય કે શનિ નો પ્રકોપ હોય અહીં થઇ કોઈ ભક્ત ખાલી જતું નથી આ મંદિર ગુજરાત માંજ નહિ ભારત ના ખુણે ખૂણે ખ્યાતિ પહોંચી છે આ દાદા માં ચમત્કાર લોકો જુવે છે અહીં આ મંદિરમાં જેટલા ચમત્કાર ની વાતો કરીએ એટલી ઓછી છે. અને મિત્રો અહીં સ્વામિનારાયણનું પણ મોટું મંદિર આવેલું છે

આ સારંગપુર મંદિરનો ટૂંકમાં ઇતિહાસ કહી દઈએ આજથી લગભગ 180 વર્ષ પહેલાં આ મંદિર નો પાયો નખાણો હતો અને આ મંદિર નો પાયો સ્વામિનારાયણ સપ્રદાય સાથે જોડાયેલો છે. સ્વામિનારાયણ મહંત સ્વામી ગોપાલનન્દ સ્વામીએ આ મંદિર નો પાયો નાખ્યો હતો એમને આ ગામ ના લોકોના કષ્ટ દૂર કરવામાં માટે સ્થાપના કરી હતી. એક સમયે ગામ માં કોઈ સાધુ સન્ત પણ આવવા તૈયાર નહોતા એવા સમયે વાઘા ખાચર ની વાતો સાંભળી ને ગામલોકોના ભલા માટે આ મંદિરની સ્થાપના કરી હતી. મિત્રો આ હતો સારંગપુર મંદિરનો ઇતિહાસ અને તમે પણ અહીં દર્શન કરવા આવી શકો છો. મિત્રો આ પોસ્ટ ને વધુ માં વધુ સેર કરજો જેથી આ સારંગપુર મંદિરના દર્શન કરી શકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *