મમતા બેનર્જિની પાર્ટી TMCએ ગુજરાતના ક્રિક્રેટર યુસુફ પઠાણને ઉમેદવાર જાહેર કરીને બધાને ચોંકાવી દીધા છે. મમતાએ યુસુફને બહરામપુરથી ઉતાર્યો છે. જો યુસુફ પઠાણ લોકસભાની ચૂંટણી જીતે તો ગુજરાતનો 35 વર્ષનો રેકોર્ડ તુટશે.
યુસુફ પઠાણ બંગાળમાં ચૂંટણી જીતે તો 35 વર્ષ પછી પહેલીવાર એવું બનશે કે કોઇ ગુજરાતનો મુસલામાન પહેલીવાર લોકસભા પહોંચશે. આ પહેલાં 1984માં કોંગ્રેસના અહેમદ પટેલ ભરૂચ બેઠક પરથી જીતીને લોકસભા પહોંચ્યા હતા. એ પછી ગુજરાતથી કોઇ મુસલમાન લોકસભામાં પહોંચ્યો નથી.
ગુજરાતાં સૌથી પહેલા સાસંદ મુસ્લિમ મહિલા જોહરા ચાવડા બન્યા હતા. તેઓ 1962માં બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. બહેરામપુર અત્યારે કોંગ્રેસનો ગઢ મનાય છે, જો યુસુફ જીતેતો મમતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવામાં સફળ થશે.