ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં રસ્તા પર રજડતા ભિક્ષુકો માનસિક અસ્વસ્થ લોકો વૃદ્ધ અને જે પરિવારથી વિખુટા પડીને ગુમનામ ભરી જિંદગી વ્યતિત કરી રહ્યા છે તેવા લોકોને હંમેશા સહાયતા કરી અને પોતાના આશ્રમમાં રહેવા અને જમવાની સુવિધાઓ આપતા પોપટભાઈ આહીર સમગ્ર ગુજરાતમાં પોતાની સેવાકીય પ્રવૃત્તિથી.
ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે પોપટભાઈ આહીર માત્ર એક વોટ્સેપ મેસેજ ના મારફતે એવા લોકો સુધી પહોંચી છે જેવા લોકો ખૂબ જ ખરાબ સ્થિતિમાં રસ્તા પર જોવા મળે છે તાજેતરમાં બરોડા અમદાવાદ હાઈવે ની વચ્ચે ડિવાઈડર પર એક વ્યક્તિ ખૂબ જ મેલા દાઢ કપડાં અને વાળ વધી ગયેલી હાલતમાં બેઠેલા હતા
બાજુમાં આવેલી હોટલના માલિકે પોપટભાઈ આહીર નો સંપર્ક કરતા પોપટભાઈ આહીર તત્કાલીન ત્યાં પહોંચ્યા હતા તેની સાથે વાતચીત કરતા તે વ્યક્તિએ પોતાનું નામ અનંત ભાઈ વાઘમારે જણાવ્યું હતું અને પોપટ ભાઈ ને તેને કહ્યું હતું કે હું અહીંયા મરવા માટે હાઇવે પર આવ્યો છું તેની માનસિક હાલત બગડેલી હોય તેવું દેખાતું હતું.
હોટલના માલિકે જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી આ વ્યક્તિ અહીંયા આવી જ સ્થિતિમાં રહે છે તેના કપડા અને તેની સ્થિતિ જોતા પોપટભાઈ આહીર તેને પોતાની સાથે પોતાના સોશિયલ મીડિયા આશ્રમ માં ગાડીમાં બેસાડીને લઈને આવ્યા આ દરમિયાન આ વ્યક્તિ સાથે વાતચીત કરતા તેઓ પંજાબનો વતની છે.
એવું જણાવ્યું હતું ગાડીમાં આ વ્યક્તિએ ઉલટી પણ કરી હતી પોપટભાઈ આહીર તેને પોતાના સોશિયલ મીડિયા આશ્રમમાં લઈને આવ્યા અને આ દરમિયાન તેનું ગુલાબના ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું પોપટભાઈ આહિરે તેના વાળ પોતાના જાતે કાપી તેને સ્વચ્છ પાણીથી નહડાવી અને તેને કપડાં પહેરાવી તેને જમવા માટે ભોજન આપી તેના.
રહેવાની વ્યવસ્થા કરી સાથે પોપટભાઈ આહિરે અપીલ કરી કે જે પણ લોકો આ વીડિયોમાં આ વ્યક્તિને જુએ છે તેના પરિવારજનો સાથે પહોંચાડવા અમારી મદદ કરે તેવો પોતાનું નામ અને અનંત ભાઈ અને પંજાબના રહેવાસી જણાવી રહ્યા છે જ્યાં સુધી તેમનું પરિવાર તેમને નહીં મળે ત્યાં સુધી તેઓને સાચવવાની જવાબદારી અમારી છે.