એક સમયે એવું કહેવાતું કે સ્ત્રીઓ માત્ર ઘરના કામ સારી રીતે કરે એ જ પૂરતું છે. બહારના કામ કરવા એમના હાથની વાત નથી. પરંતુ આજના યુગમાં એક એવું ક્ષેત્ર નથી જ્યા સ્ત્રીઓએ સત્તા ન જમાવી હોય. આજની સ્ત્રીને ઓફિસમાં કામ કરતા, વિમાન ચલાવતા આપણે જોઈ છે.
આટલું ઓછું હોય એમ હાલની સ્ત્રીઓએ ડેરી ઉદ્યોગ અને પશુપાલન પણ પોતાના હાથમાં લઈ લીધું છે.તમે કહેશો કે એમાં શું?ગાય ભેંસ ઘરમાં પાળવાના હોય તો સ્ત્રી કામ કરી જ શકે.પણ તમને જણાવી એ કે અહી ગાય ભેંસ ની નહિ પરંતુ બકરી પાળવાની વાત છે.
સિકરાના શ્યામપૂરાની એક મહિલા બકરી પાલનથી કમાણી કરી રહી છે. સંતરા નામની આ મહિલા નું કહેવું છે એક ભેંસને જેટલો ચારો જોઈએ તેમાં પાંચ બકરી પાળી શકાય સાથે જ ભેંસ કરતા બકરીની કિંમત પણ ઓછી હોય છે.
બકરી પાલનની શરૂઆત અંગે વાત કરતા મહિલાએ કહ્યું કે તેને બકરી પસંદ હોવાથી તેને આ કામ શરૂ કર્યું.શરૂઆતમાં તેને એક બકરી વસાવી હતી. જો કોઈપણ વ્યક્તિ બકરી પાલન શરૂ કરવા ઈચ્છે તો તેને એક બકરી ,બે બકરી એમ જ શરૂઆત કરીને બકરીઓ ને થતી બીમારી,તેના પાલન માટેની જરૂરી વાતો અંગે જાણકારી મેળવી લેવી જોઈએ.
ત્યારબાદ જ વધુ બકરી વસાવી જોઈએ. એક ઇન્ટરવ્યૂ દરમિયાન મહિલાએ કહ્યું કે શરૂઆતમાં તેને દેશી બકરી પાળવાનું શરૂ કર્યું હતું પરંતુ ધીમે ધીમે પરિવારનો સાથ મળતા હાલમાં સિરાઈ અને બીજી અનેક જાતની બકરી પણ તેની પાસે છે.
બકરીઓના ખાનપાન વિશે વાત કરતા મહિલાએ જણાવ્યું કે તે સવારમાં બકરીને લીલાપાન આપે છે.જ્યાર બાદ દસ વાગ્યે પાણી,જ્યારબાદ જવ અને અન્ય વસ્તુઓ આપે છે. સાથે જ ક્યારેક તેમને સાદું પાણી આપે છે તો ક્યારેક જવ વાળું પાણી આપે છે.
સાથે જ બોરડી ના સૂકા પાનથી પણ બકરીઓને ફાયદો થતો હોવાનું મહિલાનું કહેવું છે.મહિલાનું કહેવું છે કે તે શિયાળા અને ચોમાસામાં બકરીઓ ને બહાર નથી મૂકતી તેથી ઘરમાં જે એમના અનાજની વ્યવસ્થા હોય છે.
વાત કરીએ ખર્ચની તો હાલમાં મહિલાએ ૪૫ ફૂટ લંબાઈમાં ૧૦ શેડ બનાવ્યા છે જેમાં બકરીઓ ને રાખવામાં આવે છે જેનો ખર્ચ ૯૦ હજારથી ૧ લાખ સુધી થયો છે. રાજસ્થાનમાં જ્યા સ્ત્રીઓ ઘૂંઘટ પાછળ જીવન વિતાવતી હોય છે ત્યાં આ મહિલા ખરેખર પ્રેરણાદાયી છે.