શિલ્પા શેટ્ટી ખુબ સ્ટાઈલિશ એક્ટર છે તેઓ જયારે પણ મીડિયા અમે આવે ત્યારે તેઓ ખુબ જ સુંદર દેખાય છે એમના ફેન્સ જોવા માટે ઉતાવળા રહેતા હોય છે પરંતુ જયારથી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ખરાબ વિડિઓ મામલે ધરપક્ડ થઈ ત્યારથી તેઓ સોસીયલ મીડિયા સામે આવવું પસંદ ઓછું કરે છે.
રાજ કુન્દ્રા બને ત્યાં સુધી મીડિયા સામે નથી આવતા પરંતુ જયારે પણ મીડિયા સામે આવે પોતાનું મોઢું સંતાડીને આવે છે હકીકતમાં બુધવારે શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રા સાથે સ્પોટ થઈ હતી આ દરમિયાન શિલ્પા ખુબ સુંદર લાગી રહી હતી શિલ્પા બ્લ્યુ ડ્રેસમાં ખુબ સુંદર લાગી રહી હતી પરંતુ અહીં પતિ રાજ કુન્દ્રા મીડિયાથી મોઢું છુપાવતા જોવા મળ્યા.
હકીકતમાં રાજ કુંદ્રાએ પુરા મોઢામાં ગ્લાસ માસ્ક લગાવેલ હતું ફોટોગ્રાફરે બંનેને સાથે પોઝ આપવા માટે રાજને મોઢેથી માસ્ક હટાવવા કહ્યું પરંતુ રાજ ગાડીમાંથી નીકળીને સીધા વેન્યૂમાં ચાલ્યા ગયા ત્યારે શિલ્પા શેટ્ટી પણ હસી પડી અને બોલી તેઓ જતા રહ્યા પરંતુ અહીં શિલ્પાએ મીડિયા સામે અલગ અલગ સ્ટાઈલમાં પોઝ આપ્યા હતા.