8 ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નુરમાં થયેલ હેલિકોપ્ટર દુર્ઘટના લીધે પૂરો દેશ શોકની લાગણીમાં ફેરવાઈ ગયો છે બુધવારે બપોરે બનેલી ઘટનામાં બિપિન રાવત મધુલિકા સહીત 13 લોકોના દુઃખદ અવસાન થયા છે બિપિન રાવત જયારે વેલિંગટનમાં ડિફેન્સ સ્ટાફ સર્વિસ કોલેજમાં લેક્ચર આપવા જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના થઈ હતી.
તેમાં સવારે તમામ લોકો આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા બિપિન રાવતના પત્ની મધુલિકા રાવત સોસીયલ વર્કમાં ઘણા એકટીવ હતા તેઓ મધ્યપ્રદેશના સાહદુલના વતની મધુલિકા રાવતના લગ્ન 1986માં બિપિન રાવત સાથે થયા હતા આ લગ્નથી તેમને બે દીકરીઓ પણ છે તેમાંથી એક દીકરી મુંબઈ રહે છે.
જયારે બીજી દીકરી તેમની સાથે દિલ્હી રહેતી હતી મધુલિકા રાવતે તેમનું પ્રારંભિક શિક્ષણ ગ્વાલિયરની સીધ્યા કન્યા વિધાલયમાં કર્યો હતો ત્યારબાદ દિલ્હી યુનુવર્સીટીમાં તેમને સાઇકોલોજીનો અભ્યાસ કર્યો હતો જયારે મધુલિકાના લગ્ન થયા ત્યારે બિપિન રાવત સેનામાં કેપ્ટ્ન તરીકે ફરજ બજાવતા હતા.
મધુલલીકા રાવત આર્મી ઓફિસરોની વીધવા બહેનો માટે પણ કેટલાય પ્રોગ્રામ કરતા હતા મધુલિકા રાવતનો પરિવાર હાલમાં સાહદુલના રાજબાગમાં પોતાના પૈતૃક નિવાસ સ્થાને રહે છે મધુલિકાના પિતા ભુપેન્દ્રસિંઘ જેઓ 1972માં તે જિલ્લામાં કૉંગ્રેસના ધારાસભ્ય પણ રહી ચુક્યા છે આજે શહિદ થતા પુરા દેશમાં શોક છવાઈ ગયો છે.