લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અવારનવાર પાત્રો બદલાતા રહે છે જેનાથી દર્શકો સાથે શો મેકર પણ પરેશાન છે પહેલા દયાબેન ગયા ત્યારબાદ તારક મહેતા અને હવે ટપ્પુ ના જવા પર દર્શકો ખૂબ ઉદાસ થઈ ગયા છે પરંતુ આ વચ્ચે એક વાત એવી પણ સામે આવી છેકે શોમાં જુનો ટપ્પુ ફરી વાપસી કરી શકે છે.
તાજેતરમાં ટપ્પુનું પાત્ર ભજવતા ભવ્ય ગાંધીએ સોશિયલ મીડિયા પર એક ઈન્ટરવ્યુ આપ્યું હતું અને કહ્યું હતું કે રાજ અનાદકટ ટપ્પુના પાત્રમાં ખૂબ જ સારો અભિનય કરે છે અને તે તેનું પાત્ર ખૂબ સારી રીતે ભજવી રહ્યો છે પરંતુ હવે મને લાગે છેકે કદાચ મારે તારક મહેતા શોમાં પાછા આવવું જોઈએ છેલ્લા ઘણા દિવસોથી.
રાજ અનાદકટ વિશે એવા સમાચાર સામે આવ્યા છે તેણે શો છોડી દીધો છે અને તેની જગ્યાએ વર્ષ 2008 થી આ પાત્ર ભજવતા જૂના અભિનેતા ભવ્ય ગાંધી હવે ફરીથી ટપ્પુનું પાત્ર ભજવવા માટે સિરિયલમાં પાછા ફરવા માંગે છે એક ઈન્ટરવ્યુ દરમિયાન એક્ટર ભવ્ય ગાંધીએ પણ આ મામલે ખુલીને વાત કરી છે.
પહેલા તો તેણે રાજ અનડકટના વખાણ કર્યા તેણે કહ્યું કેહું રાજ અનડકટનો આભારી છુંકે મારા ગયા પછી તેણે ટપ્પુના પાત્રની નિર્દોષતાને જાળવી રાખી અને હું ખૂબ જ ખુશ છુંકે લોકોએ તેને પણ મારા જેટલો જ પ્રેમ આપ્યો હતો પરંતુ હવે મારે પાછું ફરવું પડશે કારણ કે છેલ્લા ઘણા દિવસોથી.
રાજ અનાદકટ આ શોમાં જોવા મળતા નથી કે શુટિંગ માં આવતા નથી પોતે પાછા ફરવાની ઈચ્છા ભવ્ય ગાંધી એ જાહેર કરી છે પરંતુ શો મેકર આશિત મોદી પર આ વિશે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.