પંજાબી એક્ટર દીપ સિધુનું રોડ અકસ્માતમાં નિધન થતા બધાને મોટો ઝટકો લાગ્યો છે પરમ દિવસ રાત્રે સીધુની કાર એક ટ્રકમાં ઘુસી ગઈ હતી આ દુર્ઘટનામાં સીધુની સાથે રિના રાય પણ હતી રિનાને આ દુર્ઘટનામાં સામાન્ય લાગ્યું છે પરંતુ તેઓ પુરી રીતે ઠીક છે રિના પણ પંજાબી ઇન્ડસ્ટ્રીઝનો જાણીતો ચહેરો છે રિના પંજાબી એક્ટર છે.
અને તેઓ કેટલીયે બ્યુટી સ્પર્ધામાં ભાગ પણ લઈ ચુકી છે વર્ષ 2014માં રીનાએ મિસ સાઉથ એશિયાનો ખિતાબ પણ જીત્યો હતો એમણે દીપ સિંધુ સાથે 2018માં પંજાબી ફિલ્મ રંગ પંજાબમાં કામ કર્યું હતું એજ આ ફિલ્મ હતી જેનાથી રીનાને ઓળખાણ મળી દીપ અને રીનાની પંજાબી ફિલ્મઇન્ડસ્ટ્રીઝની.
લોકપ્રિય જોડી માનવામાં આવતી હતી બંનેની એક વધુ ફિલ્મ આવવાની છે જેનું નામ દેશી છે પરંતુ અહીં આ ફિલ્મને જોવા માટે દીપ આ દુનિયામાં નથી રહ્યા દીપ સિધુ ખેડૂત આંદોલન સમયે હાઈલાઈટ થયા હતા 26 જાન્યુઆરી 2021એ લાલ કિલ્લામાં થયેલ હિંસાનો દીપને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો.
દીપને આ કેસમાં ધરપકડથી બચાવવામાં રિનાનું નામ પણ જોડાયું હતું વેલેન્ટાઈન ડેના દિવસે રિના અને દીપે ખુબસુરત સમય વિતાવ્યો હતો પોતાના પ્રેમ માટે રિના અમેરિકાથી ભારત આવી હતી એમણે દીપ સાથે ફોટો શેર કરી હતી પરંતુ કોને ખબર હતી કે બંનેની આ ફોટો છેલ્લી હશે દીપના નિધન બાદ રિના એકલા રહી ગઈ છે.