સોશિયલ મીડિયા થકી ઘણા બધા લોકો સ્ટાર બને છે પોતાના ટેલેન્ટ ના જોરે આગવી સફળતા પ્રાપ્ત કરે છે પરંતુ જે વ્યક્તિ ભારતનો નથી જેને હિન્દી નથી આવડતી સાત સમુદ્ર પર એક વનજીવન વ્યક્ત કરતો વ્યક્તિ હિન્દી ભાષામાં વિડીયો બનાવી અને ભારતનું ગૌરવ લે એવો કિલિ પોલ આજે તંજાનીયા નામના પછાત દેશમાંથી.
હીન્દી ભાષા ગીતો ડાયલોગ પર અભિનય કરીને દુનિયાભરમાં ખુબ લોકપ્રિય બન્યો છે આજે ભારતમા ના લોકો સહીત ખુદ ભારતના પ્રધાનમંત્રી પણ એના ફેન છે પ્રધાનમંત્રી મોદીજીએ મનકી બાતમા ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને અંકબધ રાખી ગૌરવ લેવા બદલ કિલી પોલ અને એની બહેન નીમા ના ભરપેટ વખાણ કર્યા હતા.
પ્રધાનમંત્રી મોદીજી એ કહ્યું હતું કે કિલી પોલ અને નીમાને ભારતીય સંગીત પ્રત્યે ખુબ લગાવ છે જુનુન છે એના કારણે તેઓ લોકપ્રિય બન્યા છે ભારતીય રાષ્ટ્રગાન ઉપર કિલી પોલનો ભારતીય ધ્વજને સન્માન આપતો વિડીઓ પણ વાઈરલ થયો હતો જે ભારતમાં ઘણા લોકોએ પસંદ કર્યો હતો કિલી પોલ તંજાનીયા દેશના નિવાસી છે.
જે દેશ વન્યજીવન પર આધારિત છે શિક્ષણનું પ્રમાણ ત્યાં ખૂબ ઓછું છે અને લોકો આદિવાસી સભ્યતા મુજબ જીવે છે કીલીપોલે ધોરણ સાત સુધી અભ્યાસ કરેલો હતો તેમને હોલીવુડ ફિલ્મોમાં ખૂબ રુચિ હતી ત્યારબાદ તેમને બોલીવુડ ફિલ્મો જોવાનું ચાલુ કર્યું એમને બોલીવુડ ના ગીતો અને એક્ટર ખૂબ પસંદ આવ્યા શરૂઆતમાં.
તેઓ ઈન્સ્ટ્રાગ્રામ પર પોતાની ભાષા પર વિડીયો બનાવતા હતા પરંતુ ત્યારબાદ તેમને ભારતીય ફિલ્મોના ડાયલોગ્સ અને ગીતો પર વિડીયો બનાવવાનું ચાલુ કર્યું અને જોત જોતા માં તે ખૂબ જ ફેમસ થયા ભારતના લોકો એમને ખૂબ પસંદ કરવા લાગ્યા વિડિયોમાં એમની સાથે દેખાતી નિમા પોલ એમની સગી બહેન છે.
અને તેઓનો ખૂબ મોટો પરિવારછે જે પરિવાર પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલો છે પહેરવેશ રીતિ રીવાજ એ દેશના ખૂબ જ અલગછે એ છતા પણ તેમને હિન્દી ભાષા શીખવાનો પ્રયત્ન કર્યો અને આજે ઈન્સ્ટ્રાગ્રામ પર કિલી પોલના 34 લાખથી પણ વધારે ફોલોવર છે જેમાં સૌથી વધારે ફોલોવર ભારતના છે તાજેતરમાં તંજાનીયા માં.
બનેલા ભારતીય દુત આવાશમા ઈન્ડીયન હાઈ કમિશનર વિનાયક પ્રધાને કિલી પોલને દુત આવા માં સન્માનભેર આવકારી એમનું ભારતીય પરંપરા થી સન્માન કર્યું અને એમને ભારત આવવાનું પણ આમંત્રણ પાઠવ્યું સાત સમુદ્ર પાર થી પણ કિલી પોલ ભારતમા ગજબની લોકપ્રિયતા મેળવી રહ્યા છે.