સાઉથના સુપર સ્ટાર વિજય દેવરકોન્ડા ગઈ રાત્રે મુંબઈમાં એક પાર્ટીમાં હતા જેઓ ત્યાં ફિલ્મ નિર્માતા કરણ જોહરનું બેનર ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વા મહેતાની પાર્ટીમાં સામેલ થઈ હતી જેમાં વિજય સાથે બૉલીવુડ અને સાઉથના કેટલાય સ્ટાર જોવા મળ્યા હતા જેના કેટલાક ફોટો અને વિડિઓ પણ સામે આવ્યા છે.
હવે આ પાર્ટી માંથી એક મજેદાર વિડિઓ સામે આવ્યો છે અત્યારે તે વિડિઓ ખુબજ વાઇરલ થઈ રહ્યો છે અહીં આ વિડીઓમાં જોઈ શકાય છેકે સાઉથના સ્ટાર વિજય દેવરકોન્ડા પોતાની આવનાર ફિલ્મ લાઇગરની અભિનેત્રી અનન્યા પાંડે સાથે ગુપચુપ કરી રહેલ જોવા મળી રહ્યા છે જેને તમે જોઈ શકો છો.
અનન્યા પાંડે અને વિજય દેવરકોન્ડા જયારે આ ગુપચુપ વાતો કરી રહ્યા હતા ત્યારે એમની ફિલ્મ લાઇગરની નિર્માતા ચાર્મી કૌરે આ વિડિઓ બનાવી લીધો હતો જેના બાદ આ વિડિઓ ચાર્મીએ સોસીયલ મીડિયામાં શેર કર્યો હતો વિડિઓમાં અનન્યાએ એકદમ ટૂંકા ડ્રેસમા જોવા મળી રહી છે જેને ફેન્સ પસંદ કરી રહ્યા છે.