શિપ પાર્ટી કેસમાં શાહરૂખ ખાના દીકરા આર્યનની ધરપકડ ને આજે એક સપ્તાહ ઉપર થઈ ગયું છે લોકોને આશા હતી કે આર્યન શાહરૂખ ખાનનો દિકરો છે એટલે કેસને રફે દફે કરી દેવામાં આવશે અને બે દિવસમાં તો આર્યન જેલની બહાર હશે પરતું એવું કશું જ થયું નહિ. લોકોની અને શાહરૂખ ખાનની ધારણા પણ ખોટી પડી.
આર્યનના જેલમાં ગયા બાદ વકીલ સતિષ માન શિંદે એ બે વાર જામીન અરજી કરી પરતું કોર્ટ દ્વારા ક્યારેક પૂછપરછ બાકી હોવાનું તો ક્યારેક ખોટી જગ્યાએ અરજી કરી હોવાનું કહી અરજી નામંજૂર કરવામાં આવી અને હાલમાં જ્યારે આર્યનના કેસ અંગે ત્રીજી વાર કરવામાં આવેલી જામીન અરજી વિશે સુનવણી કરવામાં આવી રહી છે.
છેલ્લે જ્યારે આર્યનના કેસને લઈને સુનવણી કરવામાં આવી હતી ત્યારે વકીલ સતિષ માન શિંદે પોતાની દલીલોમાં કેટલાક એવા લોકોના નામ આપ્યા હતા જેને કારણે જજને વિચારવા માટે સમય લેવો પડ્યો હતો અને જજે ૨૦ ઓક્ટોબરે નિર્ણય આપવાનું નક્કી કર્યું હતું જો કે આજે ૨૦ઑક્ટોબર છે અને આજે આર્યનના કેસને લઈને માત્ર નિર્ણય જ કરવાનો હતો ત્યારે આ કેસમાં એક નવો ખુલાસો એક નવો વળાંક આવી ગયો છે.
આર્યનના કેસમાં અધિકારીઓએ એક નવો ખુલાસો કર્યો છે તેમને આર્યનની વોટ્સ એપ ચેટ કોર્ટમાં રજુ કરી છે જેમાં આર્યનને તેની એક ફ્રેન્ડ સાથે આ ગેરકાનૂની વસ્તુ વિશે વાત કરી રહ્યો હતો. તમને જણાવી દઇએ કે આર્યનની આ ફ્રેન્ડ જલ્દી જ બોલીવુડમાં જોવા મળવાની છે.
જો કે હાલમાં તો અધિકારીઓના આ ખુલાસા અને નવા સબૂત ને કારણે કેસ આગળ વધુ લંબાવાય તેવી શક્યતા છે કારણે કે નવા મળેલા સબૂત વિશે દલીલો કરવામાં આવશે , સાથે જ અધિકારીઓ તરફથી કેસ લડનાર વકીલ હજુ કોર્ટમાં હાજર થયા નથી તેથી આર્યનના જામીનને લઈને નિર્ણય આવતા વાર લાગી શકે છે.