લતા મંગેશકરના નિધનથી એમને ચાહનારાઓને ખુબજ દુઃખ લાગ્યું છે દીદીના નિધનથી પાકિસ્તાનમાં પણ શોકનો માહોલ છે લતા દીદીને ચાહવા વાળા જેટલા ભારતમાં છે એટલા એમને ચાહનારા પાકિસ્તાનમાં પણ છે પાકિસ્તાન સરકારે લતા દીદીના નિધન પર શોકની લાગણી જણાવતા કહ્યું સંગીત જગતમાં એમના જેવું કોઈ ન હતું.
ઇમરાન ખાન સરકારમાં મંત્રી ફવાદ ચૌધરીએ ટવીટર પર દુઃખ જાહેર કરતા લખ્યું એક મહાન માણસ નથી રહ્યું લતા મંગેશકર સંગીતના રાણી હતા એમણે દશકો સુધી સંગીતની દુનિયામાં રાજ કર્યું સંગીત જગતમાં એમના જેવું કોઈ ન હતું એમનો અવાજ આવનારા સમયમાં પણ લોકોના દિલમાં રાજ કરતો રહેશે.
જયારે વિપક્ષી પાર્ટીના નેતા શહબાઝ શરીફે લખ્યું લતા મંગેશકરના નિધનથી સંગીતની દુનિયાએ એક એવી ગાયિકા ખોઈ દીધી છે જેમણે પોતાની કંઠીલી અવાજથી લોકોને મંત્રમુગ્ધ કર્યા છે મારા પેઢીના લોકો એમના ખુબસુરત ગીતો સાંભળીને મોટા થયા છે તેઓ હમેશા આપણી સ્મૃતિનો હિસ્સો રહેશે ભગવાન એમની આત્માને શાંતિ આપે.
રાજનેતાઓ સાથે સાથે પાકિસનાતની જનતા પણ લતા દીદીના નિધનથી દુઃખી છે અહીં એ વાતને ઓછા લોકો જાણતા હશે કે પાકિસ્તાની મહાન ગાયક નૂર જહાંને લતા દીદી માટે ભવિષ્ય વાણી કરી હતી કે તેઓ એક મહાન સિંગર બનશે બે ભાગ પડયા ત્યારે નૂર પાકિસ્તાન ચાલી ગઈ પરંતુ નૂર અને એમનો સબંધ ખાસ હતો.