અત્યારે બૉલીવુડ બાયકોટ નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ગયા કેટલાક દિવસોથી સોસીયલ મીડિયા જેમ કે ટ્વીટર જેવા પ્લેટફોર્મમાં બૉલીવુડ બાયકોટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં આમિર ખાનની લાલસીંગ ચડ્ડા અને અક્ષય કુમારની રક્ષાબંધન ફિલ્મ ફ્લોપ ગઈ તેને લઈને બૉલીવુડના વળતા પાણી શરૂ થયા એમ શકાય.
અત્યારે કપિલ શર્મા એમના શો ધ કપિલ શર્મા શોની નવી સીઝનની શરૂઆત કરવા જઈ રહ્યા છે એટલે છેલ્લા 2 દિવસથી મીડીયામાં હાઈલાઈટ થઈ રહ્યા છે એવામાં કપિલ શર્માને ગઈકાલે એક લેટેસ્ટ મીડિયા ઈન્ટવ્યુમાં મીડિયા દ્વારા બાયકોટ બૉલીવુડ ટ્રેન્ડ વિશે પૂછવામાં આવ્યું હતું તેને લઈને કપિલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
હકીકતમાં કપિલ શર્માને મીડિયાએ પૂછ્યું હતું કે અત્યારે બોલીવુડ બાયકોટ ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેના વિશે તમે શું કહેશો ત્યારે કપિલ શર્માએ કહ્યું કે જમાનો છે ટ્રેન્ડ બ્રેન્ડ તો ચાલતા રહે છે સમયની વાત હોય છે તેના શિવાય મીડિયાએ કપિલ શર્માને પૂછ્યું હતું કે અક્ષય કુમાર તમારા સારા મિત્ર છે.
એમની હમણાં રક્ષાબંધન ફિલ્મ ફ્લોપ ગઈ તેના વિશે તમે શું કહેશો ત્યારે કપીલ જવાબ આપે છેકે એ બધી મને નથી ખબર તેના બાદ કહે છેકે સર આ ટ્વીટરની દુનિયાથી મને દૂર રાખો બહુ મુશ્કેલથી નીકળ્યો છે એટલું કહેતા જ કપિલ શર્મા ત્યાંથી નીકળી જાય છે કપિલ શર્મા પણ જાણે છેકે કંઈક આડું અવળું બયાન અપાઈ ગયું તો લેવાના દેવા થઈ જશે.