ગુજરાતની સુપરસ્ટાર ગાયિકા કિંજલ દવે જેઓ ગુજરાતમાં સિંગર લાઈનમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે નાની ઉંમરે ગાયિકીનો શોખ ધરાવતી કિંજલ દવે અત્યારે સારી નામના મેળવી છે જેમણે થોડા દીસો પહેલાજ પોતાનો એકવીસમો જન્મ દિવસ પોતાના મિત્રો અને ફેમિલી સાથે ઉજવ્યો.
પોતાના જન્મ દિવસ નિમિતે એક પાર્ટીનું પણ આયોજન કર્યું હતું જે પાર્ટીમાં ઘણા બધા કલાકરો પણ હાજર રહ્યા હતા જેમાં તેમના પતિ પવન જોશી સાથેનો ડાન્સ કરતો વિડિઓ પણ વાઇરલ થયો હતો ત્યારબાદ જન્મદિવસના દિવસે કિંજલ દવેએ એમના પિતા લલિતભાઈ સાથે એક વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા હતા.
અહીં વૃદ્ધાશ્રમમાં લોકો સુખ દુઃખની વાતો કરી હતી અને એમના શિર્વાદ પણ લીધા હતા વૃધાશ્રમમાં કપડાં અને ગરમ વસ્તુઓ ભેટ સ્વરૂપે કિંજલ દવેએ આપી હતી જેના કેટલા ફોટો અને વિડિઓ કિંજલબેને પોતાના ઓફિસિયલ એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાંથી શેર કર્યા હતા જે તમે જોઈ શકો છો.